મહેસાણાની એસ.એમ.શાહ લો કોલેજમાં વાર્ષિક મહોત્સવ આયોજન
Tue, 12 Feb 2019

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણાની એસ.એમ.શાહ લો કોલેજમાં વાર્ષિક મહોત્સવમાં વર્ષ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિમાં ઝળકેલ વિદ્યાર્થીઓને સ્વ. મેનાબેન નરોત્તમદાસ પરીવાર દ્વારા શિલ્ડ એનાયત કરાયા હતા. અત્રે ગુજરાત રાજયની વડી અદાલતના ન્યાયમૂર્તી વી.પી.પટેલ, જિલ્લા અદાલતના ન્યાયાધીશ ડી.જે.જોષી, સરદાર વિદ્યાભવનન એમ.ડી કે.કે. પટેલ,નારાયણભાઇ પટેલ, બાર કાઉન્સિલ સભ્ય કિરોશભાઇ ત્રિવેદીની હાજરીમાં યોજાયેલ સમારોહમાં જાનલ ગઢવીને સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન આચાર્ય ર્ડા.મહેશ પટેલ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું.