વિસનગરની આદર્શ સ્કુલમાં વાર્ષિકમોહત્સવ યોજાયો

અટલ સમાચાર, વિસનગર વિસનગરની આદર્શ વિદ્યાલય ખાતે વાર્ષિકમોહત્સવ ઉજવાયો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા ઇનામ વિતરણ કરાયુ હતું. તેમજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંજણા કેળવણી મંડળના પ્રમુખ કાનજીભાઇ કે. ચૌધરી, મહેસાણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મંજુલાબેન ચૌધરી, ડો.કનુભાઇ ચૌધરી, પી.એસ.આઇ જી.એલ.ચૌધરી, આંજણા યુવક મંડળના પ્રમુખ આનંદભાઇ પટેલ, મંત્રી
 
વિસનગરની આદર્શ સ્કુલમાં વાર્ષિકમોહત્સવ યોજાયો

અટલ સમાચાર, વિસનગર 

વિસનગરની આદર્શ વિદ્યાલય ખાતે વાર્ષિકમોહત્સવ ઉજવાયો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા ઇનામ વિતરણ કરાયુ હતું. તેમજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંજણા કેળવણી મંડળના પ્રમુખ કાનજીભાઇ કે. ચૌધરી, મહેસાણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મંજુલાબેન ચૌધરી, ડો.કનુભાઇ ચૌધરી, પી.એસ.આઇ જી.એલ.ચૌધરી, આંજણા યુવક મંડળના પ્રમુખ આનંદભાઇ પટેલ, મંત્રી વિરસંગભાઇ ચૌધરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે પ્લાસ્ટીક ડાન્સ, બેટી બચાવો, રાની લક્ષ્મીબાઇ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જ્યારે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. જયારે વિદાય લેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન લવજીભાઇ ચૌધરી અને કોકીલાબેન ચૌધરીએ કર્યું હતું.