ઉ.ગુજરાતમાં એસીબીની બેટિંગ યથાવત: ક્લાર્ક 1500ની લાંચ લેતા ઝડપાયો

અટલ સમાચાર, હિંમતનગર ગુજરાતમાં લાંચ લેતા ઝડપાઇ જવાના કેસો તબક્કાવાર વધી રહ્યા છે. સાબરકાંઠાની એક શાળામાંથી સ્વૈચ્છિક નિવૃત્ત કર્મચારીને સાતમા પગારપંચના તફાવતના નાણાં અને રજા પગારના બીલ માટે દોડધામ થઇ હતી. આ બાબતે તેમની શાળા તરફથી સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને વિગતો મોકલી અપાઈ હતી. જોકે કેટલાક સમયથી બીલના નાણાં કર્મચારીને મળ્યા ન હતા. આથી જિલ્લા શિક્ષણાધિકારીની
 
ઉ.ગુજરાતમાં એસીબીની બેટિંગ યથાવત: ક્લાર્ક 1500ની લાંચ લેતા ઝડપાયો

અટલ સમાચાર, હિંમતનગર

ગુજરાતમાં લાંચ લેતા ઝડપાઇ જવાના કેસો તબક્કાવાર વધી રહ્યા છે. સાબરકાંઠાની એક શાળામાંથી સ્વૈચ્છિક નિવૃત્ત કર્મચારીને સાતમા પગારપંચના તફાવતના નાણાં અને રજા પગારના બીલ માટે દોડધામ થઇ હતી. આ બાબતે તેમની શાળા તરફથી સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને વિગતો મોકલી અપાઈ હતી. જોકે કેટલાક સમયથી બીલના નાણાં કર્મચારીને મળ્યા ન હતા. આથી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જઇ સંબધિત કર્મચારીને મળતા કામના બદલામાં વ્યવહાર પેટે પ્રથમ રૂ.૫,૦૦૦/- અને રકઝકના અંતે રૂ.૧૫૦૦/- ની લાંચની માંગણી કરી હતી.

આ તરફ કર્મચારી લાંચ આપવા માંગતાં ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેના આધારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા છટકું ગોઠવાયું હતું. જેમાં હિંમતનગર શહેરમાં આવેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમા ફરજ બજાવતો ક્લાર્ક નગીનભાઈ બળદેવભાઈ શ્રીમાળી રૂ.૧૫૦૦/- લાંચની માંગણી કરી હોવાનું સ્વીકારીને પકડાઈ ગયો હતો.