ચિંતા@અમદાવાદઃ અત્યાર સુધી રાજ્યમાં સૌથી વધુ 351 પોઝિટિવ કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક કોરોના પોઝિટિવના નવા 31 કેસો સાથે અમદાવાદમાં પોઝિટિવ કેસોનો આંકડો 351 પર પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોટસ્પોટ વિસ્તારોમાં કોઈ છૂટછાટ ન આપવા નિર્ણય કર્યો છે તેથી અમદાવાદના તમામ હોટસ્પોટ વિસ્તારોમાં કોઈ છૂટ નહીં મળે. કોરોનાના પગલે દેશભરમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવાયું છે. લોકડાઉન વધારવામાં આવતા શેલ્ટર હોમમાં રહેલા મજૂરો પોતાના
 
ચિંતા@અમદાવાદઃ અત્યાર સુધી રાજ્યમાં સૌથી વધુ 351 પોઝિટિવ કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના પોઝિટિવના નવા 31 કેસો સાથે અમદાવાદમાં પોઝિટિવ કેસોનો આંકડો 351 પર પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોટસ્પોટ વિસ્તારોમાં કોઈ છૂટછાટ ન આપવા નિર્ણય કર્યો છે તેથી અમદાવાદના તમામ હોટસ્પોટ વિસ્તારોમાં કોઈ છૂટ નહીં મળે. કોરોનાના પગલે દેશભરમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવાયું છે. લોકડાઉન વધારવામાં આવતા શેલ્ટર હોમમાં રહેલા મજૂરો પોતાના વતનમાં જવાની જીદને લઈ બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી શકે છે. કાયદો વ્યવસ્થા જળવાય તેને લઈ આવા શેલ્ટર હોમ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં,ચેકપોસ્ટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરો રહે છે ત્યાં પેટ્રોલિંગ કરવા આદેશ આપવામા આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાઈરસના હોટસ્પોટ અમદાવાદ શહેરમાં આજે નવા 31 કેસો સામે આવ્યા છે. તમામ કેસોમાંથી 25 કેસો હોટસ્પોટ વિસ્તારમાંથી સામે આવ્યા છે, જ્યારે અન્ય 6 કેસ નવા વિસ્તારમાં એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. આજે આવેલા નવા કેસોમાં દાણીલીમડાના સફી મંઝીલમાં રહેતી એક વર્ષની બાળકીથી લઈ માણેકચોકના 80 વર્ષ વુદ્ધા સુધીના કેસો નોંધાયા છે. આજે નોંધાયેલા કેસોમાં હોટસ્પોટ અને ક્વોરન્ટીન કરાયેલા એવા દાણીલીમડામાં 11 કેસો, નવરંગપુરા વિસ્તારમાં 7, માણેકચોકમાંથી 5, દરિયાપુર અને વટવામાંથી 3-3, આંબાવાળી અને બહેરામપુરામાંથી 1-1 કેસ સામે આવ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, 31 કેસમાંથી નવરંગપુરા વિસ્તારમાં આવેલી સહકાર નિલકંઠ સોસાયટીમાં રહેતા એક જ પરિવારમાં 8 વર્ષની બાળકી સહિત 6 સભ્યોનો કેસો પોઝિટિવ આવ્યા છે. જ્યારે દાણીલીમડાના સફી મંઝીલમાં રબિયા એપાર્ટમેન્ટમાંથી 9 કેસ નોંધાયા છે. દાણીલીમડાના સફી મંઝીલ વિસ્તાર હાલમાં ક્વોરન્ટીન હેઠળ છે. નવરંગપુરામાં એક જ પરિવારનો કેસ સામે આવતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પરિવારના કોન્ટ્રેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી છે. આજે જે 31 કેસો સામે આવ્યા છે, જેમાં પુરુષો કરતા મહિલાની સંખ્યા વધુ છે. 31માંથી 18 મહિલાઓ અને 31 પુરુષોનો સમાવેશ થાય છે. જેમાં એક વર્ષની, 7 વર્ષની, 8 વર્ષની બાળકીઓ પણ કોરોનાનો ભોગ બની છે.