ચિંતા@બનાસકાંઠા: આજે નવા 7 કેસ ઉમેરાયાં તો સામે 1 કોરોનાગ્રસ્ત દર્દીનું મોત

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) બટાકા નગરી ડીસામાં કોરોનાનો રાફડો ફાટ્યો તેમ આજે એકસાથે 7 નવા કેસ આવતાં આરોગ્ય અને નાગરિક આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ આજે પાલનપુરમાં કોરોના પોઝિટીવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ડીસા શહેરમાં અનલોકમાં મળેલી છૂટને કારણે આવન-જાવન બેફામ બનતાં દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. કોરોના કેસને
 
ચિંતા@બનાસકાંઠા: આજે નવા 7 કેસ ઉમેરાયાં તો સામે 1 કોરોનાગ્રસ્ત દર્દીનું મોત

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

બટાકા નગરી ડીસામાં કોરોનાનો રાફડો ફાટ્યો તેમ આજે એકસાથે 7 નવા કેસ આવતાં આરોગ્ય અને નાગરિક આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ આજે પાલનપુરમાં કોરોના પોઝિટીવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ડીસા શહેરમાં અનલોકમાં મળેલી છૂટને કારણે આવન-જાવન બેફામ બનતાં દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. કોરોના કેસને લઇ સંબંધિત વિસ્તારમાં અફરાતફરી જેવી સ્થિતિ બની છે. પોઝિટીવ કેસના દર્દીની વિગતો જાણી સંપર્કમાં આવેલા ભારે મુંઝવણમાં મુકાઇ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંડા જીલ્લાના ડીસામાં આજે એકસાથે 7 નવા દર્દીઓનો ઉમેરો થયો છે. મહોલ્લાંમાં પોઝિટીવ દર્દી આવ્યાનું જાણ્યા બાદ સંબંધીઓ, આસપાસના રહીશો, મિત્રો, અગાઉ એક અઠવાડીયા દરમ્યાન મુલાકાત લઇ ચૂકેલા લોકો ગભરાહટ વચ્ચે મુંઝાઇ રહ્યા છે. આરોગ્ય વિભાગે આ 7 કોરોના દર્દીઓની એકદમ નજીક સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવા કવાયત હાથ ધરી છે. કોરોના ગાઇડલાઇન મુજબ પોઝિટીવ દર્દીને મળેલાં વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન થવાની નોબત આવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ડીસામાં આજે અનિલ દિનેશભાઇ મંડોરા, અલ્પેશગિરી દશરથગીર ગૌસ્વામી- જૂની પોલીસ લાઇન, જીતેન્દ્રસિંહ નૂતનસિંહ, હાઇવે, પ્રકાશભારથી વિરમભારથી ગૌસ્વામી-ઇન્દીરાનગર, રોહિત જગદીશભાઈ મોદી, મહેન્દ્ર શંકરલાલ મોદી-જૂની પોલીસ લાઇન,રમેશ ભૂરાજી જૈન-વર્ધમાન સોસાયટીમાં કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 295 પહોંચી છે. આજે પાલનપુરના 73 વર્ષિય પરસોતમભાઈ રતિલાલ સોનીનું સવારે નિપજ્યું છે. આ સાથે જીલ્લામાં કોરોનાને કારણે કુલ મોતનો આંકડો15 પર પહોંચ્યો છે.