ચિંતા@દેશ: મેડીકલ કોલેજમાં એકસાથે 29 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવતાં તંત્રમાં દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેશમાં હવે વિદ્યાર્થી અને બાળકોના કોરોનાથી સંક્રમિત થવાની ઘટનામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. મુંબઈની પ્રતિષ્ઠિત KEM મેડિકલ કોલેજની આ ઘટનામાં 29 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ તો થયા છે. આ ઘટનામાં સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે 27 વિદ્યાર્થીઓએ તો કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતાં પણ તેમણે કોરોના
 
ચિંતા@દેશ: મેડીકલ કોલેજમાં એકસાથે 29 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવતાં તંત્રમાં દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં હવે વિદ્યાર્થી અને બાળકોના કોરોનાથી સંક્રમિત થવાની ઘટનામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. મુંબઈની પ્રતિષ્ઠિત KEM મેડિકલ કોલેજની આ ઘટનામાં 29 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ તો થયા છે. આ ઘટનામાં સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે 27 વિદ્યાર્થીઓએ તો કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતાં પણ તેમણે કોરોના થયો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાગ્રસ્ત 29 વિદ્યાર્થીઓમાં 23 MBBSના સેકન્ડ ઈયરના અને 6 MBBS ના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ છે. બે વિદ્યાર્થીઓને સેવન હિલ્સ હોસ્પિટલમાં સારવાર માટે બરતી કરવામાં આવ્યાં છે જ્યારે બાકીના વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઈન કરવામા આવ્યાં છે. કેઈએમ હોસ્પિટલના ડીન ડોક્ટર હેમંત દેશમુખે જણાવ્યું કે કુલ 1100 વિદ્યાર્થીઓ કોલેજમાં ભણી રહ્યાં છે.