ચિંતા@દેશ: કોરોનાના કેસ 40 હજારને પાર, 24 કલાકમાં 507 દર્દીનાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ફરી એક વાર ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 40 હજારને પાર પહોંચી ગઈ છે. તેની સાથે જ એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, 12 રાજ્ય કે કેન્દ્રશાસિત
 
ચિંતા@દેશ: કોરોનાના કેસ 40 હજારને પાર, 24 કલાકમાં 507 દર્દીનાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ફરી એક વાર ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 40 હજારને પાર પહોંચી ગઈ છે. તેની સાથે જ એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, 12 રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં એક પણ મોત નોંધાયું નથી. 28 રાજ્ય એવા છે જ્યાં મૃત્યઆંક 10થી ઓછો નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,383 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 507દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,12,57,720 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 41,78,51,151 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 22,77,679 લોકોને રસી આપવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ મહામારી સામે લડીને 3 કરોડ 4 લાખ 29 હજાર 339 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 38,652 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,09,394 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,18,987 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો