ચિંતા@દેશ: કોરોના કેસમાં ફરી એકવાર ઉછાળો, એક જ દિવસમાં 35 હજારથી વધુ કેસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગત 24 કલાકમાં દેશભરમાં 35, 662 કોરોના મામલા જોવા મળી રહ્યા છે. આ આંકડો શુક્રવારની સરખામણીએ વધારે છે. જો કે આ દરમિયાન કુલ 33, 798 લોકો સાજા થયા છે. આ સમયે દેશમાં કોરોનાના 3,40,639 મામલા સક્રિય છે. . આ કોરોનાના દૈનિક આંકડા 23 હજારની ઉપર બનેલા છે. દક્ષિણના રાજ્યોથી કોરોનાના
 
ચિંતા@દેશ: કોરોના કેસમાં ફરી એકવાર ઉછાળો, એક જ દિવસમાં 35 હજારથી વધુ કેસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગત 24 કલાકમાં દેશભરમાં 35, 662 કોરોના મામલા જોવા મળી રહ્યા છે. આ આંકડો શુક્રવારની સરખામણીએ વધારે છે. જો કે આ દરમિયાન કુલ 33, 798 લોકો સાજા થયા છે. આ સમયે દેશમાં કોરોનાના 3,40,639 મામલા સક્રિય છે. . આ કોરોનાના દૈનિક આંકડા 23 હજારની ઉપર બનેલા છે. દક્ષિણના રાજ્યોથી કોરોનાના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. ત્યારે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ગત અનેક દિવસોથી 1 હજારથી વધારે કેસ સામે આવી રહી છે. જો કે આ બધાની વચ્ચે રિકવરી રેટ વધતા કોરોનાના એક્ટિવ મામલા ઘટ્યા છે. દેશમાં કોરોનાના રિકવરી રેટ 97.65 ટકા છે. ત્યારે કુલ મામલા 1.02 ટકા કેસ સક્રિય છે. કોરોનાના સૌથી ખરાબ માર સહન કરી રહ્યો છે. કેરળમાં ગુરુવારે 23, 260 નવા મામલા સામે આવ્યા તથા મહામારીથી 131ના મોત થયા. આની સાથે કુલ મામલા વધીને 44,69, 488 થઈ ગઈ અને મૃતકોની સંખ્યા 23, 296 પર પહોંચી ગઈ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1, 88, 926 છે તેમાંથી 12.8 ટકા લોકો હોસ્પિટલમાં દાખલ છે. રાજ્યમાં કુલ 5, 37, 823 લોકો ક્વોરેન્ટાઈન છે. કેરળમાં 81.9 ટકા લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. જેમાંતી 33.4 ટકા લોકોને બન્ને ડોઝ મળી ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યમાં 45 વર્ષથી વધારે ઉંમરના 95 ટકા લોકોને રસીનો પહેલો ડોઝ મળ્યો છે જ્યારે 54 ટકા લોકોને રસીના બન્ને ડોઝ મળ્યા છે. જ્યારે તેમાંથી 3.6 ટકા લોકોને બન્ને ડોઝ મળી ચૂક્યા છે.