ચિંતા@દેશઃ કોરોનાના દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, 1147ના મોત

અટલ સમાચાર, ડેસ્ક લોકડાઉન 2.0 ખતમ થવાને હવે માત્ર બે દિવસ બાકી છે પરંતુ કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે જેને લઈને સરકારની ચિંતા વધી છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 35043 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1993 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 73 લોકોના મોત થયા છે. દેશમાં
 
ચિંતા@દેશઃ કોરોનાના દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, 1147ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉન 2.0 ખતમ થવાને હવે માત્ર બે દિવસ બાકી છે પરંતુ કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે જેને લઈને સરકારની ચિંતા વધી છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 35043 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1993 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 73 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 1147 થઈ છે.

દેશમાં કોરોના વાયરસ સામે જંગ જીતીને સાજા થનારાની સંખ્યા વધીને 8889 થઈ છે. રિકવરી રેટ 25.36 ટકા થયો છે. આ બાજુ મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 9915 થઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં 583 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 27 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી 432 લોકોએ જીવ ગુમાવ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુંબઈમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો 7061 થયો છે. છેલ્લા 24 કલાકમાં 20 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. મુંબઈમાં કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ ધારાવી બન્યું છે જ્યાં કોરોનાના નવા 25 કેસ સામે આવ્યાં છે. અહીં કોરોનાના કુલ 369 દર્દીઓ મળ્યા છે. અત્યાર સુધી 18 લોકોએ જીવ ગુમાવ્યાં છે.

દિલ્હીમાં કોરોનાના સંક્રમણના કેસ 3500 પાર પહોંચી ગયા છે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 76 કેસ સામે આવ્યાં છે. આ બાજુ ગુજરાતના અમદાવાદમાં કોરોના વાયરસ સામેની જંગમાં મોટી સફળતા મળી છે. 40 દર્દીઓ અનેક દિવસની સારવાર બાદ એક સાથે ડિસ્ચાર્જ થયા છે. તેમને તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી.