ચિંતા@દેશઃ એક જ દિવસમાં કોરોના પોઝિટિવ 773 કેસ નોંધાયા, 35ના મોત

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોના વાઈરસના દર્દીની સંખ્યા 5,502 થઈ ગઈ છે. બુધવારે મહારાષ્ટ્રમાં વધુ 60 કેસ મળ્યા હતા. તેને લીધે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1078 થઈ ગઈ છે. મુંબઈના બાંદ્રા વેસ્ટ સ્થિત એક હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને નબળી ગુણવત્તાની પીપીઈ કિટ આપવાનો આરોપ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી બાજુ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં
 
ચિંતા@દેશઃ એક જ દિવસમાં કોરોના પોઝિટિવ 773 કેસ નોંધાયા, 35ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના વાઈરસના દર્દીની સંખ્યા 5,502 થઈ ગઈ છે. બુધવારે મહારાષ્ટ્રમાં વધુ 60 કેસ મળ્યા હતા. તેને લીધે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1078 થઈ ગઈ છે. મુંબઈના બાંદ્રા વેસ્ટ સ્થિત એક હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને નબળી ગુણવત્તાની પીપીઈ કિટ આપવાનો આરોપ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી બાજુ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પણ 22, રાજસ્થાનમાં 20 અને આંધ્ર પ્રદેશમાં 15 નવા કેસ સામે આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તરપ્રદેશની સરકારે રાજ્યના 15 જિલ્લાઓની પુરી રીતે સીલ કરવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશમાં નોઈડા, ગાઝીયાબાદ, લખનઉ સહિત 15 જીલ્લા સીલ કરવામાં આવ્યા છે. અહીં હવે હોમ ડિલિવરી કરવાની રહેશે. સંક્રમણને જોતા યુપીના તમામ જીલ્લા, મહારાષ્ટ્રમાં મુંબઈ અને ચંડીગઢમાં ઘરમાંથી નિકળવા પર મોઢા પર કપડુ કે માસ્ક લગાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે. તેનું ઉલ્લંઘન કરવાના સંજોગોમાં કાયદાકીય પગલા ભરવામાં આવશે.

કેન્દ્ર આરોગ્ય મંત્રાલયે બુધવારે સાંજે 4 વાગે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 773 નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે અને 35 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં સંક્રમિતોનો આંક 5,194 થયો છે. આ પૈકી 402 દર્દીને સારું થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 149 લોકોના મોત થયા છે. covid19india.org વેબસાઈટ પ્રમાણે મંગળવારે દેશભરમાં 573 નવા કેસ સામે આવ્યા હતા.

કોરોના સંકટ વચ્ચે ભારતીય સેનાએ 16 એપ્રિલે થનારી દ્વિવાર્ષિક કમાંડર કોન્ફરન્સ આગળ વધારી છે. જેમાં સેના પ્રમુખ એમએમ નરવણેની અધ્યક્ષતામાં સીમા સુરક્ષા સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. તો બીજી બાજુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના ડ્યૂટીમાં લાગેલા પોલીસકર્મીઓને 50 લાખ રૂપિયાનું વીમા કવર આપવાની જાહેરાત કરી છે.