ચિંતા@દિયોદર: બેંકના કેશિયરને કોરોના પોઝિટીવ, સંપર્કમાં આવેલા ચોંક્યા

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે દિયોદરમાં બેંકના કેશિયર પોઝિટીવ જાહેર થતાં તેમના સંપર્કમાં આવેલા લોકો ચોંકી ઉઠ્યા છે. આ તરફ બેંક દ્રારા પણ ઇમરજન્સી અને સરકારી કામ સિવાય બેંકને ગ્રાહકો માટે બંધ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. આ તરફ કેશિયરના સંપર્કમાં આવેલા લોકોથી અન્ય સુધી સંક્રમણ ન પહોંચે તે માટે આરોગ્ય
 
ચિંતા@દિયોદર: બેંકના કેશિયરને કોરોના પોઝિટીવ, સંપર્કમાં આવેલા ચોંક્યા

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે દિયોદરમાં બેંકના કેશિયર પોઝિટીવ જાહેર થતાં તેમના સંપર્કમાં આવેલા લોકો ચોંકી ઉઠ્યા છે. આ તરફ બેંક દ્રારા પણ ઇમરજન્સી અને સરકારી કામ સિવાય બેંકને ગ્રાહકો માટે બંધ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. આ તરફ કેશિયરના સંપર્કમાં આવેલા લોકોથી અન્ય સુધી સંક્રમણ ન પહોંચે તે માટે આરોગ્ય તંત્ર દ્રારા તમામ લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચિંતા@દિયોદર: બેંકના કેશિયરને કોરોના પોઝિટીવ, સંપર્કમાં આવેલા ચોંક્યા

બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં દેના બેંકના કેશિયરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં ચકચાર મચી ગઇ છે. બેંક કર્મચારીને કોરોના આવતાં તેમના સંપર્કમાં આવેલા કર્મચારીઓ સહિતના લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત આરોગ્ય તંત્ર દ્રારા હાથ ધરવામાં આવી છે. આ તરફ બેંક દ્રારા પણ કર્મચારીનો કોરોના રીપોર્ટ આવ્યો હોવાની જાણ સારૂનું બોર્ડ કે નોટીસ પણ બેંક બહાર નહી લગાવતાં લોકો અસમંજસમાં મુકાયા છે.

ચિંતા@દિયોદર: બેંકના કેશિયરને કોરોના પોઝિટીવ, સંપર્કમાં આવેલા ચોંક્યા

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, હાલ ખેડૂતો સહિતના ગ્રાહકો હપ્તો ભરવા, પૈસાની લેણ-દેણ સહિતના કામે બેંકમાં આવી ધક્કો ખાઇ પરત ફરી રહ્યા છે. આ તરફ બેંક મેનેજર પાસેથી મળતી માહિતી મુજબ ઇમર્જન્સી અને ગવર્મેન્ટ કામ અર્થે હાલ બેંક ચાલુ હોવાનું સામે આવ્યુ છે. તો વળી બેંક દ્રારા ભીડભાડ ના થાય એ માટે હાલ બેંકને અંદરથી તાળા મારવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. આ સાથે હાલ બેંકને સેનેટાઇઝેશન કરવામાં આવી હતી.