આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ધનસુરા

ધનસુરા તાલુકાના ગામે એક 15 વર્ષનો કિશોર બે દિવસ ગુમ થતા પરિવાર ઉપર આભ ફાટ્યું છે. આકરુન્દની શાળામાં અભ્યાસ કરતો કિશોર બે દિવસથી શાળાએ ગયા બાદ પરત ન ફરતા માતાએ શોધખોળ હાથ ધરી હતી. મોડીસાજ સુધી કિશોરની ભાળ ન મળતાં તેમને બીજા દિવસે પોલીસ ફરીયાદ કરી હતી. પોલીસે પણ ગુમ યુવકને શોધવા તજવીજ હાથ ધરી છે. ગુમ કિશોરના ચપ્પલ ગામની કેનાલ નજીકથી મળતા ફાયર વિભાગે પણ કિશોરની શોધખોળ હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના ખિલોડીયા ગામનો કિશોર છેલ્લા બે દિવસથી લાપત્તા થયો છે. કિશોરની માતાએ ભારે શોધખોળને અંતે ધનસુરા પોલીસમાં અપહરણની ફરીયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જતીનસિંહ(ઉ.વ.15) નામનો વિદ્યાર્થી આકરુન્દ ગામની પી.કે ફણસે વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. 30 તારીખે તે મિત્ર સાથે શાળામાંથી વહેલો ઘરે જવા નીકળ્યો હતો. જે બાદ તે ગુમ થયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જતીનસિંહ ઉર્ફે ગફુર (15-વર્ષ) સોમવારે શાળામાં ગયા પછી તેના ગામના મિત્ર અને સાથે ભણતા શક્તિસિંહ સાથે શાળામાંથી વહેલા નીકળી ગયો હતો. જે બાદ ચાલતા ચાલતા ગામની કેનાલ પાસે પહોંચતા જતીને વહેલા ઘરે જતા પરિવારજનો બોલશે તેવું જણાવીને પુલીયા નજીક ગરનાળા પર બેસી ગયો હતો. ત્યારબાદ કિશોર ઘરે સમયસર ન પહોંચતા તેની માતાએ અને પરિવાજનોએ શોધખોળ હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code