ચિંતા@ચુંટણી: ઉત્તર ગુજરાતની આ બેઠકમાં સૌથી ઓછા મતદાનથી ઘ્રાસકો

અટલ સમાચાર, મહેસાણા ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયુ છે. મતદારો આજે તમામ બેઠકોના ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ કર્યુ છે. રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન પુર્ણ થઈ ગયું છે. મહત્વનું છે કે, ઉત્તર ગુજરાતની ખેરાલુ બેઠક ઉપર સૌથી ઓછુ 41% મતદાન નોંધાતા
 
ચિંતા@ચુંટણી: ઉત્તર ગુજરાતની આ બેઠકમાં સૌથી ઓછા મતદાનથી ઘ્રાસકો

અટલ સમાચાર, મહેસાણા 

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયુ છે. મતદારો આજે તમામ બેઠકોના ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ કર્યુ છે. રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન પુર્ણ થઈ ગયું છે. મહત્વનું છે કે, ઉત્તર ગુજરાતની ખેરાલુ બેઠક ઉપર સૌથી ઓછુ 41% મતદાન નોંધાતા ઉમેદવારોને ઘ્રાસકો લાગ્યો છે.

ઉત્તર ગુજરાતની રાધનપુર, બાયડ, થરાદ અને ખેરાલુમાં પેટાચુંટણીનું મતદાન પુર્ણ થઇ ચુક્યુ છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ થરાદ વિધાનસભામાં 61% મતદાન તો સામે સૌથી ઓછુ મતદાન ખેરાલુ વિધાનસભા બેઠક ઉપર 41% નોંધાયુ છે. ખેરાલુમાં સૌથી ઓછુ મતદાન નોંધાતા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.

રાધનપુર અને બાયડ બેઠક (Bayad) પર રાજ્યભરના લોકોની નજર છે. કેમ કે, આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપ (BJP)ની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

સાંજના 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 48.10 ટકા મતદાન

  • સાંજના 5 વાગ્યા સુધી 6 બેઠકો નું મતદાન
  • થરાદ,61%
  • રાધનપુર 52%
  • ખેરાલુ 41%
  • બાયડ 53%
  • અમરાઈવાડી 31%
  • લુણાવાડા 44%

બનાસકાંઠામાં થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં સવારે 8.00 વાગ્યાથી મતદાન ચાલુ થયુ હતુ. ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલે મતદાન પહેલા પૂજા કરી હતી. જીવરાજ પટેલ નાગલા પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ હતુ. તો કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત વજેગઢ પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ હતુ. તો કોંગ્રેસ ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે અમરાઇવાડી જોગણી માતાના મંદિર ખાતે દર્શન કર્યા હતા.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

અરવલ્લીના માલપુરના પટેલીયાના મુવાડા ગામના લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. રોડ, રસ્તા, પાણીની પ્રાથમિક સુવિધાઓના અભાવે ગામ લોકોમાં રોષ દેખાયો હતો, જેથી વિકાસના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ત્યારે અધિકારીઓ અને નેતાઓ દ્વારા ગ્રામજનોને સમજાવવા પ્રયાસ કરાયા હતા.