ચિંતા@પરિવારઃ તુવેરદાળમાં રોજ 6 રૂપિયા વધતાં મહિલાઓ ત્રાહિમામ્

અટલ સમાચાર, ડેસ્ક મોંઘાં થયેલાં શાકભાજી બાદ ચોખા, દાળ અને કઠોળના ભાવ વધવાની શરૂઆત થઇ છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને પગલે દિવાળી બાદ માર્કેટ શરૂ થતાંની સાથે અડદના ભાવમાં કિલો દીઠ રૂ. 20 અને મગના ભાવમાં કિલો દીઠ રૂ. 30 નો વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
 
ચિંતા@પરિવારઃ તુવેરદાળમાં રોજ 6 રૂપિયા વધતાં મહિલાઓ ત્રાહિમામ્

અટલ સમાચાર, ડેસ્ક

મોંઘાં થયેલાં શાકભાજી બાદ ચોખા, દાળ અને કઠોળના ભાવ વધવાની શરૂઆત થઇ છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને પગલે દિવાળી બાદ માર્કેટ શરૂ થતાંની સાથે અડદના ભાવમાં કિલો દીઠ રૂ. 20 અને મગના ભાવમાં કિલો દીઠ રૂ. 30 નો વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે કઠોળના પાકને વ્યાપક નુકસાન થયું છે. 20 કિલો તુવેરના ભાવ અત્યારે નવ હજારે પહોંચતા દાળમાં રૂ. 30નો કિલો દીઠ વધારો નોંધાયો છે.

અડદનો રૂ. 65નો ભાવ હવે રૂ. 85 થી 100 થયો છે. જયારે મગનો રૂ. 65 નો ભાવ રૂ. 75 થી 90 થયો છે. જે હજુ વધવાની શકયતા છે. બે મહિનામાં નવો પાક ન આવે ત્યાં સુધી ભાવ વધારો યથાવત રહે તેવું મનાય છે. બીજી તરફ વાતાવરણમાં પલટાનો લાભ ઉઠાવીને વેપારીઓએ છેલ્લા પાંચ દિવસમાં બ્રાન્ડેડ તુવેરદાળના ભાવમાં રૂ. 500 સુધીનો ભાવ વધારો ઝીંકી દીધો છે.