ચિંતા@ગુજરાત: આ ગામમાં એક જ અઠવાડીયામાં 50 લોકોના કોરોનાને કારણે મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યભરમાં કોરોનાનો કાળ કહેર યથાવત હોઇ ધોળકા તાલુકામાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાલુકાના એક ગામમાં માત્ર એક જ અઠવાડીયામાં કોરોનાને લીધે 50 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ગ્રામજનો વધતા કોવિડ કેસ અને મૃત્યુને પગલે પરેશાન છે. આ તરફ વધતાં કેસોની વચ્ચે ગામની શાળામાં આઇસોલેશન સેન્ટર
 
ચિંતા@ગુજરાત: આ ગામમાં એક જ અઠવાડીયામાં 50 લોકોના કોરોનાને કારણે મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યભરમાં કોરોનાનો કાળ કહેર યથાવત હોઇ ધોળકા તાલુકામાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાલુકાના એક ગામમાં માત્ર એક જ અઠવાડીયામાં કોરોનાને લીધે 50 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ગ્રામજનો વધતા કોવિડ કેસ અને મૃત્યુને પગલે પરેશાન છે. આ તરફ વધતાં કેસોની વચ્ચે ગામની શાળામાં આઇસોલેશન સેન્ટર ઉભું કરાયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધોળકા તાલુકાના ચલોડા ગામે કોરોનાનો કહેરથી એક અઠવાડિયામાં 50થી વધુ દર્દીઓના મૃત્યુ થયાં છે. ગ્રામજનો વધતા કોવિડ કેસ અને મૃત્યુને પગલે પરેશાન છે.વધતા કેસ પગલે ગામ લોકોને વ્હારે લાયન્સ કલબ આવ્યું છે. લાયન્સ કલબે ગામની શાળામાં આઇસોલેશન સેન્ટર ઊભું કર્યું છે. આઇસોલેશન સેન્ટરમાં 25 લોકોને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. ગામમા ઓક્સિજન વ્યવસ્થા છે પરંતુ વીજળીના ફાંફા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વારંવાર વીજળી જવાના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. હાલ ચલોડા ગામમાં કોરોનાના 200 એક્ટિવ કેસો છે. વધતા કેસો કારણે ગામમાં રેપીડ ટેસ્ટની વ્યવસ્થા કરાઈ છે. ગામમાં રોજ 30 લોકોના ટેસ્ટમાં 5 લોકો પોઝિટિવ આવે છે.