ચિંતા@ગુજરાત: LRD ભરતીમાં અનામત વર્ગ બાદ જનરલ વર્ગની ઉગ્ર રજૂઆત

અટલ સમાચાર,ડેસ્ક લોકરક્ષક ભરતી પ્રક્રિયા શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. જોકે હવે લોકરક્ષકમાં અનામત પ્રથાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યમાં વર્ગ વિગ્રહ થાય તે પ્રકારની સ્થિતિ ઉભી કરવાના પ્રયાસો રાજકીય પણ હોઈ શકે છે. આજે પ્રથમવાર અનામત વર્ગની સામે બિન અનામત વર્ગની લોકરક્ષકની મહિલાઓ મેદાનમાં આવી છે. બિન અનામત વર્ગની મહિલાઓ રાજ્ય
 
ચિંતા@ગુજરાત: LRD ભરતીમાં અનામત વર્ગ બાદ જનરલ વર્ગની ઉગ્ર રજૂઆત

અટલ સમાચાર,ડેસ્ક

લોકરક્ષક ભરતી પ્રક્રિયા શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. જોકે હવે લોકરક્ષકમાં અનામત પ્રથાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યમાં વર્ગ વિગ્રહ થાય તે પ્રકારની સ્થિતિ ઉભી કરવાના પ્રયાસો રાજકીય પણ હોઈ શકે છે. આજે પ્રથમવાર અનામત વર્ગની સામે બિન અનામત વર્ગની લોકરક્ષકની મહિલાઓ મેદાનમાં આવી છે. બિન અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારના 1-8- 2018ના પરિપત્રના સમર્થનમાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોકરક્ષક પરીક્ષામાં અનામત વર્ગની મહિલાઓને અન્યાય થવાના મુદ્દા ઉપર ગાંધીનગરમાં છેલ્લા 40 દિવસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.અત્યાર સુધી અનામત વર્ગની મહિલાઓની લાગણી પ્રમાણે બિન અનામત વર્ગ કરતા તેમનું મેરિટ ઊંચું જાય છે, તેથી તેઓને અન્યાય થાય છે તે પ્રકારની લાગણી હતી. એટલે આ અન્યાય દૂર કરવા માટે તેઓએ આંદોલનનો માર્ગ લીધો હતો. જોકે તેમના સમર્થનમાં ભાજપના જ નેતાઓ અને મંત્રીઓએ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી સુધીનાને પત્ર લખીને અનામત વર્ગના મહિલાઓને થતા અન્યાયને દૂર કરવાની માગણી કરી હતી.

મહેસાણામાં પણ બિનઅનામત વર્ગની મહિલાઓ કલેક્ટરને આવેદનપત્ર આપશે

આ મામલાને લઇ જનરલ કેટેગરીની મહિલાઓ દ્રારા પણ જી.આર રદ્દ ના થાય તે માટે મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. જેમાં કરણીસેના, સરદાર પટેલ ગ્રુપ(એસપીજી), મહેસાણા જીલ્લા યુવા રાજપૂત સમાજ, પાટીદાર સેના, બ્રાહ્મણ સમાજ અને મહેસાણા જીલ્લા રાજપૂત મહિલા મંડળ દ્રારા આવેદનપત્ર આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ગુરૂવારે મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિસનગર મામલતદારને આવેદનપત્ર આપ્યુ છે.

આજે બનાસકાંઠા ના વાવ તાલુકાના બ્રહ્મસમાજ દ્વારા વાવ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

ચિંતા@ગુજરાત: LRD ભરતીમાં અનામત વર્ગ બાદ જનરલ વર્ગની ઉગ્ર રજૂઆત
આજે બનાસકાંઠા ના વાવ તાલુકાના બ્રહ્મસમાજ દ્વારા વાવ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આજે પ્રથમવાર બિન અનામતની મહિલાઓ મોટી સંખ્યામાં 1-8-2018નો પરિપત્ર રદ ન કરવો જોઇએ તેવી માગણી સાથે રોડ પર આવી છે. આ મહિલાઓના સમર્થનમાં પાસના નેતા દિનેશ બાંભણિયા, એસપીજીના પ્રમુખ લાલજી પટેલ સહિત બિન અનામત વર્ગના વિવિધ સંગઠનોના આગેવાનો મેદાનમાં ઉતર્યા છે. એસપીજી અને પાસ અત્યાર સુધી પાટીદાર અનામત માટે આંદોલન કરતા હતા.

તેઓ સ્પષ્ટ જણાવ્યું છે કે, અત્યાર સુધી બિન અનામત વર્ગને અન્યાય થતો આવ્યો છે. જોકે સુપ્રીમ કોર્ટની દુહાઈ આપીને રાજ્ય સરકારે પાટીદારોને અનામત આપી નથી કે બિન અનામત વર્ગ અને ન્યાય આપ્યો નથી. હવે એ જ સુપ્રીમ કોર્ટના નિર્ણયને પગલે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 1-8-2018નો પરિપત્ર કરવામાં આવ્યો છે. તો આ પરિપત્ર કેવી રીતે રદ્દ થઈ શકે. જો રાજ્ય સરકાર આ પરિપત્ર રદ કરશે, તો ગુજરાતમાં મોટા આંદોલનના મંડાણ થશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.