ચિંતા@હારીજ: કોરોના મહામારી વચ્ચે પાલિકાની ફરજ ધ્વસ્ત, રહીશો બન્યા લાચાર

અટલ સમાચાર, હારીજ કોરોના મહામારી વચ્ચે આજે હારીજમાં પાલિકાની ફરજ ધ્વસ્ત બની હોય તેમ રહીશોએ રસ્તા પર પાણી ભરાવાના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં શહેરના ખેમાસાર વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઇ રહેતાં રોગચાળાનો ભય હોવાનુ જણાવ્યુ છે. આ સાથે પાલિકાને અગાઉ કેટલીય વાર રજૂઆત કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવી હોવાના આક્ષેપો
 
ચિંતા@હારીજ: કોરોના મહામારી વચ્ચે પાલિકાની ફરજ ધ્વસ્ત, રહીશો બન્યા લાચાર

અટલ સમાચાર, હારીજ

કોરોના મહામારી વચ્ચે આજે હારીજમાં પાલિકાની ફરજ ધ્વસ્ત બની હોય તેમ રહીશોએ રસ્તા પર પાણી ભરાવાના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં શહેરના ખેમાસાર વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઇ રહેતાં રોગચાળાનો ભય હોવાનુ જણાવ્યુ છે. આ સાથે પાલિકાને અગાઉ કેટલીય વાર રજૂઆત કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવી હોવાના આક્ષેપો શહેરીજનોએ કર્યા છે. આ તરફ માલતદારને આવેદનપત્ર આપી માંગણી નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચિંતા@હારીજ: કોરોના મહામારી વચ્ચે પાલિકાની ફરજ ધ્વસ્ત, રહીશો બન્યા લાચાર

પાટણ જીલ્લાના હારીજ શહેરના ખેમાસાર વિસ્તારના રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા રોજીંદી બની ગઇ હોવાનું સામે આવ્યુ છે. આજે ખેમાસર વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં મામલતદાર ઓફીસ ઉમટી પડ્યા હતા. જ્યાં તેમને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા અને જો ઉકેલ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

ચિંતા@હારીજ: કોરોના મહામારી વચ્ચે પાલિકાની ફરજ ધ્વસ્ત, રહીશો બન્યા લાચાર

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ અગાઉ ઇન્દીરાનગર વિસ્તારના રહીશો દ્વારા ગટરના પાણી અને ગંદકીના મુદ્દે રેલી અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેને લઇ જે તે વખતે ચીફ ઓફિસર પ્રાંત અધિકારી મામલતદાર સહિત જવાબદાર અધિકારીઓ પહોંચતા આંદોલન સમેટાયું હતું. આજે ખેમાસાર વિસ્તારમાં પાણી ભરવાના મુદ્દે રહીશો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ચિંતા@હારીજ: કોરોના મહામારી વચ્ચે પાલિકાની ફરજ ધ્વસ્ત, રહીશો બન્યા લાચાર