આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા પાલિકાના સફાઇ કામદારોના વિસ્તારોમાં પાણીની સમસ્યા સામે આવી છે. કુવાની મોટર બળી જવાથી પીવાનુ પાણી ન આવતા સ્થાનિકો લાલઘૂમ બન્યા છે. વાલ્મિકી સમાજના રહીશો દ્રારા પાલિકાના સત્તાધિશોને સમસ્યા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મોટી સંખ્યામાં સફાઇ કામદારો જોડાયા હતા. સફાઇ કામદારોએ ચિમકી ઉચ્ચારી છે કે, જો અમારી સમસ્યાનું વહેલી તકે નિવારણ નહિ કરવામાં આવે તો હડતાલ પર ઉતરીશુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સાબરકાંઠા જીલ્લાની ખેડબ્રહ્મા નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે. પાલિકાના સફાઇ કામદારોના વિસ્તારમાં પિવાના પાણીની સમસ્યા વિકટ બનતા સ્થાનિકો લાલઘૂમ બન્યા છે. સફાઇ કામદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચીફ ઓફીસરને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં જણાવાયુ હતુ કે, અમારા વિસ્તારની પાણીની સમસ્યાનો ઉકેલ વહેલી તકે નહિ લાવવામાં નહિ આવે તો આગામી 6 જાન્યુઆરીથી હડતાલ પર ઉતરી જવાની ચિમકી ઉચ્ચારાઇ છે.

સમગ્ર મામલે ખેડબ્રહ્મા પાલિકાના પાણી પુરવઠાના ભગતસિંહે જણાવ્યુ હતુ કે, તે વિસ્તારના કુવાની મોટર બળી ગઇ છે. જેથી તે વિસ્તારમાં બે દિવસમાં પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં આવશે. નોંધનિય છે કે, પોતાના વિસ્તારમાં જ પાણીની સમસ્યાને લઇ સફાઇ કામદારો લાલઘૂમ બન્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, જો અમારી માંગણીઓ નહિ સંતોષાય તો આગામી 6 જાન્યુઆરીથી તેઓ હડતાલ પર ઉતરી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code