આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

ખેરાલુમાં બીજો પોઝીટીવ કેસ ટીકટોક સ્ટાર અલ્પીતાના માતા અન્ય બે ખાનગી ર્ડાક્ટરો પાસે સારવાર માટે ગયા હતા. ચેપીરોગની ગંભીરતા સમજી આરોગ્ય તંત્રએ આ બે ડૉકટરોને હોમ ક્વોરોન્ટાઈન કર્યા છે. જ્યારે મહેસાણા જિલ્લા પોલીસવડા અસરગ્રસ્ત પોલીસ લાઈનની વિઝીટ કરી જરૂરી સુચના આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી બાદ તેમના માતા ભીખીબેન કોરોના પોઝિટિવ આવ્યા છે. ખેરાલુ શહેરના બે ખાનગી ર્ડાક્ટર મિલન પટેલ અને ડૉ. જી.એસ.મેમણ પાસે ગયા હતા. આથી પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવતા બંન્ને ડૉકટરને હોમ ક્વોરોન્ટાઈન કર્યા છે. ભીખીબેન ખેરાલુની પોલિસ લાઇનમાં રહેતા હોઈ આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.

બીજી તરફ મહેસાણા જિલ્લા પોલીસવડા મનિષસિહ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. અને કોરોના સંક્રમણ વધે નહી તે અંગે ખેરાલુ પીઆઇ પાઠક અને પોલીસ સ્ટાફ સાથે ચર્ચા કરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code