આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

લોકડાઉન વચ્ચે સરકાર દ્રારા કેટલીક દૂકાનો ખોલવાની છૂટ આપવામાં આવતા ખેરાલુમાં સોશિયલ ડિસ્ટન્સનો રીતસરનો ભંગ જોવા મળ્યો હતો. કોરોના મહામારી વચ્ચે કાળજીના નિયમો ધરાશાયી થયા હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જાણે મેળો હોય તેમ કોરોના વાયરસની ડર વગર લોકો માસ્ક પહેર્યા વિના બજારોમાં જોવા મળ્યા હતા. ખેરાલુમાં આસપાસના તાલુકાના લોકો પણ ખરીદી કરવા આવતા હોય આજે લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ખેરાલુ શહેરમાં કોરોનાની ગંભીરતા ન સમજતા લોકોનો મેળો ભરાયો હોવાનું ચિત્ર સ્પષ્ટ બન્યુ છે. તાજેતરમાં જ સરકાર દ્રારા માત્ર જીવન જરૂરીયાતની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. આમ છતાં લોકો જાણે લોકડાઉન ખુલી ગયુ હોય અને કોરોના વાયરસનો કોઇ ડર ના હોય તેમ ફરતા જોવા મળ્યા હતા. ખેરાલુ પંથકમાં પણ કોરોના વાયરસનો પગપેસારો હોવાથી ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વહેલી સવારથી ખેરાલુમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આરોગ્ય વિભાગે જાહેર અપીલ કરેલી છે કે કામ સિવાય ઘરની બહાર નિકળવુ નહિ અને નિકળો તો પણ માસ્ક પહેરીને જ બહાર જવુ. આમ છતાં ખેરાલુમાં લોકો માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા. આ સાથે બેંકો આગળ પર લોકો લાંબી લાઇનો લગાવીને ઉભા રહ્યા હોવાની તસવીરો પણ કેમેરામાં કેદ થઇ છે. જોકે હવે તંત્ર કે પોલીસ આ બાબતે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code