ચિંતા@ખેરાલુ: બેંક પાસે ગ્રાહકોની મોટી ભીડ, વાયરસ સામેની કાળજી ધ્વસ્ત
અટલ સમાચાર,ખેરાલુ (મનોજ ઠાકોર) કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે ખેરાલુમાં બેંકમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઇ રહ્યો હોવાનું સામે આવ્યુ છે. ખેડૂતોને આપવામાં આવેલી રૂ.2000ની સહાય લેવા મોટી સંખ્યામાં લોકો બેંકોમાં ઉમટી પડ્યા છે. જોકે કોરોના વાયરસના કહેર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
                                          Apr 3, 2020, 13:00 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર,ખેરાલુ (મનોજ ઠાકોર)
કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે ખેરાલુમાં બેંકમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઇ રહ્યો હોવાનું સામે આવ્યુ છે. ખેડૂતોને આપવામાં આવેલી રૂ.2000ની સહાય લેવા મોટી સંખ્યામાં લોકો બેંકોમાં ઉમટી પડ્યા છે. જોકે કોરોના વાયરસના કહેર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના ખેરાલુમાં બેંક પાસે ગ્રાહકોની મોટી ભીડ ભેગી થતાં કોરોના સામે કાળજી ધ્વસ્ત બની હોવાનું ચિત્ર બન્યુ છે. કોરોના વાયરસ સામે લડવા આરોગ્ય વિભાગ અને તંત્ર દ્રારા લોકોને ઘરની બહાર નહિ નિકળવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. જોકે ખેરાલુની બેંકમાં આજે સહાયની રકમ ઉપાડવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા.


