ચિંતા@મહેસાણા: આજે નવા 26 કેસ ખુલ્યાં, 19ને ડીસ્ચાર્જ, 1 દર્દીનું મોત

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં ચેપનો ફેલોવો ભયજનક રીતે આગળ વધતો હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 26 દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે જીલ્લામાં રાહતના સમાચાર કરી શકાય કે, આજે 19 લોકોએ કોરોનાને હરાવતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આજે ઉંઝા
 
ચિંતા@મહેસાણા: આજે નવા 26 કેસ ખુલ્યાં, 19ને ડીસ્ચાર્જ, 1 દર્દીનું મોત

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં ચેપનો ફેલોવો ભયજનક રીતે આગળ વધતો હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 26 દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે જીલ્લામાં રાહતના સમાચાર કરી શકાય કે, આજે 19 લોકોએ કોરોનાને હરાવતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આજે ઉંઝા શહેરના વિસનગર રોડના 88 વર્ષિય સ્ત્રી દર્દીનું સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયુ છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આજે 26 લોકો કોરોના પોઝિટીવ જાહેર થતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટછાટને કારણે દરરોજ નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે. આ તરફ 19 દર્દીઓ કોરોના સામેની લડત જીતી જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોનાના એકસાથે નવા 26 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે સાંજના સમયે મહેસાણા શહેરમાં 8, મહેસાણા તાલુકામાં 6, કડી શહેરમાં 1, કડી તાલુકામાં 1, ઉંઝા તાલુકામાં 1, વિસનગર શહેરમાં 4, વિસનગર તાલુકામાં 1, બેચરાજી તાલુકામાં 2, વિજાપુર તાલુકામાં 1 અને વડનગરમાં 1 મળી નવા 26 કેસ સામે આવ્યા છે.