ચિંતા@મહેસાણા: આજે નવા 31 લોકો પોઝિટીવ જાહેર, 17 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો નોંધાઇ રહ્યા છે. આજે જીલ્લામાં એકસાથે 31 નોંધાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ જીલ્લામાં અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 17 લોકો સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા
 
ચિંતા@મહેસાણા: આજે નવા 31 લોકો પોઝિટીવ જાહેર, 17 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો નોંધાઇ રહ્યા છે. આજે જીલ્લામાં એકસાથે 31 નોંધાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ જીલ્લામાં અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 17 લોકો સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના 31 કેસ પોઝિટીવ સામે 17 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 10 કેસ, વિસનગર શહેરમાં 3 કેસ, ઊંઝા, ખેરાલુ, વિજાપુર અને કડીમાં 1-1 કેસ નોંધાયો છે. આ સાથે આજે વડનગરના જાસ્કા અને શોભાસણમાં 1-1, વિજાપુરના માલોસણ, રણાસણ અને મલાવમાં 1-1 કેસ નોંધાયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે મહેસાણા તાલુકાના બાલીયાસણ ગામે એકસાથે 3 કેસ, સાલડી, અને લાખવડમાં 1-1 કેસ સામે આવ્યા છે. આ સાથે વિસનગર તાલુકાના ગણેશપુરા અને કાંસા એનએ વિસ્તારમાં 1-1 અને કડીના અંબાવપુરમાં 1 મળી જીલ્લામાં નવા 31 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.