ચિંતા@પાટણ: સિધ્ધપુરમાં એકસાથે 12 કેસ, જીલ્લામાં કુલ 28 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા 28 કેસ નોંધાયા છે. આજે જીલ્લામાં સૌથી વધુ સિધ્ધપુરમાં 12 કેસ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ તરફ જીલ્લામાં અનલોકમાં છૂટ વચ્ચે ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક નહિ પહેરવાને કારણે કોરોનાને ખુલ્લું આમંત્રણ મળી રહ્યુ છે. આરોગ્ય તંત્ર દ્રારા
 
ચિંતા@પાટણ: સિધ્ધપુરમાં એકસાથે 12 કેસ, જીલ્લામાં કુલ 28 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા 28 કેસ નોંધાયા છે. આજે જીલ્લામાં સૌથી વધુ સિધ્ધપુરમાં 12 કેસ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ તરફ જીલ્લામાં અનલોકમાં છૂટ વચ્ચે ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક નહિ પહેરવાને કારણે કોરોનાને ખુલ્લું આમંત્રણ મળી રહ્યુ છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યુ હોવાથી આજે નવા 28 કેસ નોંધાયા છે. આજે સિધ્ધપુર શહેરમાં 4, તાલુકાના ચાટાવાડા, કુંવારા, બિલીયામાં 1-1, ગણવાડામાં 2, કાકોશીમાં 3, પાટણ શહેરમાં 6, રાધનપુર શહેરમાં 3, તાલુકાના સિનાડમાં 1, શંખેશ્વરના કુંવારદમાં 2, મુજપુરમાં 1, સમી તાલુકાના વરાણા અને દધાણામાં 1-1 અને હારીજના વાગોસણમાં 1 કેસ મળી કુલ 28 કેસ સામે આવ્યુ છે.