ચિંતા@પાટણ: વધુ 2 કેસ આવ્યા, કોરોના વાયરસની વણથંભી ત્રાસયાત્રા

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લામાં કોરોના વાયરસથી વણથંભી ત્રાસયાત્રા યથાવત છે. આજે નવા બે કેસ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામની સ્થિતિ સર્જાઇ છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 69 કેસ પોઝિટીવ આવ્યા છે. જેમાં પાટણ શહેરમાં 60 વર્ષના વૃદ્ધ અને ગ્રામ્ય વિસ્તારમાં 80 વર્ષના વૃદ્ધનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે જીલ્લામાં અત્યાર સુધી 4
 
ચિંતા@પાટણ: વધુ 2 કેસ આવ્યા, કોરોના વાયરસની વણથંભી ત્રાસયાત્રા

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લામાં કોરોના વાયરસથી વણથંભી ત્રાસયાત્રા યથાવત છે. આજે નવા બે કેસ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામની સ્થિતિ સર્જાઇ છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 69 કેસ પોઝિટીવ આવ્યા છે. જેમાં પાટણ શહેરમાં 60 વર્ષના વૃદ્ધ અને ગ્રામ્ય વિસ્તારમાં 80 વર્ષના વૃદ્ધનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે જીલ્લામાં અત્યાર સુધી 4 લોકોના મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આજે કોરોનાના નવા 2 કેસ સામે આવ્યા છે. પાટણ શહેરના મોટા પનાગરવાડાના 60 વર્ષના વૃદ્ધ અને પાટણ તાલુકાના ભદ્રાડા ગામાના 80 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને લઇ આરોગ્ય વિભાગ દ્રારા તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સાથે બંનેને તાત્કાલિક અસરથી આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ બન્ને દર્દીનાં ક્લૉઝ સંપર્કમાં આવેલા લોકોને સત્વરે ફેસીલિટી ક્વૉરંન્ટાઈનમાં મુકાશે.

ચિંતા@પાટણ: વધુ 2 કેસ આવ્યા, કોરોના વાયરસની વણથંભી ત્રાસયાત્રા
પાટણ જીલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કેસની વિગત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અત્યાર સુધી પાટણ જીલ્લાના 8 તાલુકાઓમાં કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં પાટણ તાલુકામાં 22, ચાણસ્મા તાલુકામાં 2, સિધ્ધપુર તાલુકામાં 16, સરસ્વતી તાલુકામાં 18, હારીજ તાલુકામાં 1, સમી તાલુકામાં 4, રાધનપુર તાલુકામાં 3 અને શંખેશ્વર તાલુકામાં 3 કેસ નોંધાયા છે. તો અત્યાર સુધી પાટણ જીલ્લામાં કોરોનાને કારણે 4 લોકોના મોત થયા છે.