આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લામાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોઇ આજે પણ ડબલ આંકડામાં નવા કેસ સામે આવ્યા છે. આજે જિલ્લામાં નવા 46 કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આરોગ્યતંત્ર દ્વારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના વિસ્ફોટ થતાં ચિંતાજનક સ્થિતી બની છે.

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોય દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. તહેવારો વચ્ચે આવન-જાવન બેફામ બનતા કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આજે પાટણ શહેરમાં 12, પાટણ તાલુકાના માનપુર, સરવા, ધારપુર, હાંસાપૂર, કુણઘેર માં 1-1, ચાણસ્મા શહેરમાં 5, તાલુકાના રામગઢ અને મીઠાધરવા 1-1, પલાસર માં 2 કેસ નોંધાયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે સિદ્ધપુર શહેરમાં 2, બીલિયામાં 4, હારીજ શહેરમાં 1, અડિયામાં 2, પીપલાણામાં 1, બોરતવાડામાં 2, રાધનપુર શહેરમાં 3, સાંતલપુરના ગઢામાં 1, સમી તાલુકાના ગોધાણા માં 1, બાષ્પામાં 2, શંખેશ્વરના પાડલામાં 1 કેસ મળી જિલ્લામાં 46 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code