ચિંતા@પાટણ: આજે ફરી એકવાર 37 કેસ સાથે કોરોના વિસ્ફોટ, સંક્રમણ કાબૂ બહાર

અટલ સમાચાર, પાટણ દિવાળીના તહેવારો બાદ પાટણ જીલ્લા સહિત ગુજરાતભરમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું હોઇ દરરોજ મોટી સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે પાટણ જીલ્લામાં નવા 37 વ્યક્તિઓ કોરોના પોઝિટીવ જાહેર થતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા સહિત સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશની કવાયત
 
ચિંતા@પાટણ: આજે ફરી એકવાર 37 કેસ સાથે કોરોના વિસ્ફોટ, સંક્રમણ કાબૂ બહાર

અટલ સમાચાર, પાટણ

દિવાળીના તહેવારો બાદ પાટણ જીલ્લા સહિત ગુજરાતભરમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું હોઇ દરરોજ મોટી સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે પાટણ જીલ્લામાં નવા 37 વ્યક્તિઓ કોરોના પોઝિટીવ જાહેર થતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા સહિત સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશની કવાયત હાથ ધરી છે.

ચિંતા@પાટણ: આજે ફરી એકવાર 37 કેસ સાથે કોરોના વિસ્ફોટ, સંક્રમણ કાબૂ બહાર

પાટણ જીલ્લામાં સતત ત્રણેક દિવસથી લગભગ ત્રીસેક ઉપર કેસો સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું હોઇ આજે નવા 37 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે પાટણ શહેરમાં 12 કેસ, પાટણ તાલુકાના બાલીસણા અને બોરસણમાં 1-1 કેસ નોંધાયો છે. આ સાથે સિધ્ધપુર શહેરમાં 1, તાલુકાના બિલીયા, કુંવારા, મુડાણા અને ડેન્ટલ કોલેજ દેથળીમાં 1-1 કેસ નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે સમી તાલુકાના રાકુ ગામે પણ એકસાથે 3 કેસ, કનીજ અને સુખપુરામાં 1-1 કેસ સામે આવ્યો છે. આ સાથે સાંતલપુર તાલુકાના ગઢામાં 1 અને વારાહીમાં 3 કેસ, ચાણસ્મા તાલુકાના રૂપપુર, પલાસર, ગોખરવા અને ઇસ્લામપુરામાં 1-1 કેસ, હારીજ શહેરમાં 2 અને તાલુકાના ગોવનામાં 1, રાધનપુર શહેરમાં 1 અને સરસ્વતી તાલુકાના કાતરાસમાલ ગામે 1 મળી જીલ્લામાં નવા 37 કેસ નોંધાયા છે.