ચિંતા@પાટણઃ વર્લ્ડ હેરિટેજ રાણકીવાવમાં પર્યટકોનો મોટો ઘટાડો

અટલ સમાચાર, ડેસ્ક પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ નિહાળવા આવતા પર્યટકોમાં ગત વર્ષ કરતા આ વર્ષે 1.09 લાખ પર્યટકોનો ઘટાડો થયો છે. પરંતુ ટિકિટદરમાં વધારો થતાં ગત વર્ષની સરખામણીએ રૂ.24 લાખ વધુ આવક થઇ છે. આ વર્ષે વાવ નિહાળવા આવેલા પર્યટકોથી કુલ 1.33 કરોડ આવક પુરાતત્વ વિભાગને થઇ છે. જોકે, વર્લ્ડ હેરિટેજ વાવને ઉજાગર કરવા લાખો
 
ચિંતા@પાટણઃ વર્લ્ડ હેરિટેજ રાણકીવાવમાં પર્યટકોનો મોટો ઘટાડો

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ નિહાળવા આવતા પર્યટકોમાં ગત વર્ષ કરતા આ વર્ષે 1.09 લાખ પર્યટકોનો ઘટાડો થયો છે. પરંતુ ટિકિટદરમાં વધારો થતાં ગત વર્ષની સરખામણીએ રૂ.24 લાખ વધુ આવક થઇ છે. આ વર્ષે વાવ નિહાળવા આવેલા પર્યટકોથી કુલ 1.33 કરોડ આવક પુરાતત્વ વિભાગને થઇ છે. જોકે, વર્લ્ડ હેરિટેજ વાવને ઉજાગર કરવા લાખો રૂપિયાના ખર્ચ છતાં વિદેશી પર્યટકોમાં 20 ટકાનો ઘટાડો થયો છે. રાણકી વાવનું માર્કેટિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમ થયું નથી તેવો મત પણ બહાર આવ્યો છે. તો રૂ.100ની ચલણી નોટ ઉપર વાવ અંકિત થયા પછી પણ દેશના લોકો પૂરતા માહિતગાર થયા નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વર્લ્ડ હેરીટેજ રાણકી વાવ વિશ્વના ફલક પર ચમકતા સમગ્ર દેશ દુનિયામાંથી તેને નિહાળવા ભારતભરના અને વિદેશી પર્યટકોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. પણ આ વખતે તેમાં ઓટ જરૂર આવી છે. પુરાતત્વ વિભાગ દ્વારા ટિકિટ દરમાં 2018ના જૂન-જુલાઈ માસમાં વધારો કરી ભારતીયો માટે રૂ.25માંથી રૂ.40 અને વિદેશી માટે રૂ.300માંથી રૂ.600 કરાયો છે. 2018માં વાવને 3.98 લાખ પર્યટકોએ નિહાળી હતી, 2019માં 2.89 લાખ ટુરિસ્ટો આવ્યા હતા. જોકે, દર વધ્યા હોઇ પુરાતત્વ વિભાગને રૂ.24,66,910 આવક વધુ થઇ છે.

પાછલા વર્ષના આંકડા જોઇએ તો 2017માં 367528 લોકોએ વાવ નિહાળી હતી, જેમાં 3751 વિદેશી હતા. 2018માં 398525 પર્યટકો થયા. તેમાં 4207 વિદેશી હતા. જ્યારે 2019માં પર્યટકો 289057 થયા, જેમાં 3375 વિદેશી હતા. એટલે કે પ્રવાસીઓ ઘટ્યા છે. જોકે, પુરાતત્વ વિભાગના મતે હવે પછીના વર્ષે પણ ઘટશે તેવું ન માની લેવાય. આ સંબંધે ઇતિહાસકાર અશોક વ્યાસ જણાવે છે કે, પર્યટકો ઘટે તે ચિંતા કરવાનો વિષય છે. પાટણમાં પણ 22 ટકા લોકોએ વાવ હજુ જોઇ નથી. દેશ-વિદેશમાં લોકોમાં ઉત્કંઠા જગાવવામાં ઉણા ઉતર્યા છીએ.

> ટુરિસ્ટ કિંજલ પ્રજાપતિ, કૈલાસબેન સહિતની મહિલાઓએ વિઝિટર બુકમાં નોંધ્યું છે કે, અમે ગરીબ છીએ. ટિકિટના 40 રૂપિયા પરવડતા નથી. ટિકિટ દર વધારવામાં આવતાં લોકોને અસર થઇ છે. ફેમિલી સાથે જતા લોકોને હવે પરવડતું નથી.
> ગયા વર્ષમાં વરસાદી માહોલ બહુ જ રહ્યો હતો. અન્ય રાજ્યોમાં પણ પૂર સંકટ હતા. ગુજરાતમાં ઓક્ટોબર સુધી વરસાદ, વાવાઝોડા અને હવામાન બદલાવની અસર થઇ હોય તેવું માની શકાય.
> રાણકી વાવના સૂત્રોએ જણાવ્યું કે, મોટાભાગે લોકલ પર્યટકો ઘટ્યા છે, જે એકવાર આવી ગયા પછી આવતાં નથી.
> રાણકીવાવમાં કોઇપણ સગવડો નથી જેની અસર ટુરિસ્ટો પર પડી રહી છે. ખંભાતના પ્રણવ દિપક ઝવેરીના મતે અહીં સલામતી તેમજ રોકાણ માટે સગવડ નથી જે કરવી જરૂરી છે.
> સારી રેસ્ટોરાં તો હોવી જ જોઇએ. બધા લોકો સ્ટે ન કરવા ઇચ્છે તો પણ દેશ વિદેશના પર્યટકો લાભ લઇ શકે તેવી ખાણીપીણી માટે સારી સગવડ વિના વિલંબે કરવી જોઇએ. વર્લ્ડ હેરિટેજમાં જે ફી લેવાય છે તે પ્રમાણે તેમાં જરૂરી વ્યવસ્થાનો અભાવ છે તેમ રાકેશ, વડનગરએ નોંધ્યું છે.
વિશ્વ વિરાસત રાણકી વાવ અંગે પર્યટકો કહે છે
> દમણના વિજય ટેંગલે લખ્યું છે કે, સાઇટની જાહેરાત બરાબર થવી જોઇએ.
> યુએસએના પ્રફુલ્લ પટેલ કહે છે વાવ પરથી જોતાં જોતાં પસાર થઇ શકાય તેવો વોકિંગ બ્રિજ બનાવવો જોઇએ.
> નાના બાળકો માટે ઝુલા લપસણી જેવાં સાધનો રાખવા જોઈએ તેમ જુબેર એ. રસોલીવાલા કહે છે.
> સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમ વાવનું માર્કેટિંગ કરવાની જરૂર છે તેમ પર્યટક સલોની સુરતી મુંબઈએ કહ્યું.
> રૂ.100ની ચલણી નોટ પર ફોટો છે તે પાટણની રાણકી વાવનો છે તેના પર ફોકસ કરવું જોઈએ તેમ મુંબઇના નમને જણાવ્યું છે.