ચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લામાં આજે સતત ત્રીજા દિવસે એકસાથે 20થી વધુ કેસ નોંધાયા છે. જીલ્લામાં આજે નવા 22 દર્દી ઉમેરાતાં સંબંધિતોમાં ફફડાટનું વાતાવરણ સર્જાયુ છે. આ જીલ્લામાં માત્ર 7 દિવસનું બાળક સંક્રમણનો ભોગ બનતાં કોરોના રોદ્ર સ્વરૂપ સામે આવ્યુ છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટ ક્યાંકને ક્યાંક જીલ્લાવાસીઓ માટે ભારે પડી રહી હોય તેમ દરરોજ
 
ચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લામાં આજે સતત ત્રીજા દિવસે એકસાથે 20થી વધુ કેસ નોંધાયા છે. જીલ્લામાં આજે નવા 22 દર્દી ઉમેરાતાં સંબંધિતોમાં ફફડાટનું વાતાવરણ સર્જાયુ છે. આ જીલ્લામાં માત્ર 7 દિવસનું બાળક સંક્રમણનો ભોગ બનતાં કોરોના રોદ્ર સ્વરૂપ સામે આવ્યુ છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટ ક્યાંકને ક્યાંક જીલ્લાવાસીઓ માટે ભારે પડી રહી હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ નવા દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા કવાયત હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં
જાહેરાત

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં કોરોનાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેમ આજે માત્ર 7 દિવસના બાળક સાથે નવા 22 દર્દીનો ઉમેરો થયો છે. આજે પાટણ શહેરમાં 7, પાટણ તાલુકાના ભલગામ અને મણુંદમાં 1-1, ચાણસ્મા તાલુકાના રૂપપુરમાં 1 અને ચાણસ્મા શહેરમાં 4 કેસ નોંધાયા છે. આ તરફ સાંતલપુરમાં 1 અને સાંતલપુર તાલુકાના વારાહીમાં 2 અને સિધાડામાં 1 કેસ, સરસ્વતી તાલુકાના કોટાવડ ગામે 1 કેસ સામે આવ્યો છે.

ચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે પાટણ શહેરની બસ સ્ટેન્ડ પાસેથી ભગવતીનગર સોસાયટીમાં માત્ર 7 દિવસનું બાળક સંક્રમણ ભોગ બન્યુ છે. આ તરફ રાધનપુર શહેરમાં 1, શંખેશ્વરમાં 1 અને સિધ્ધપુર શહેરમાં 1 મળી જીલ્લામાં નવા 22 કેસ સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરાઇ છે.