ચિંતા@પાટણ: આજે નવા 17 લોકો કોરોના પોઝિટીવ, બનાસકાંઠામાં 8 કેસ નોંધાયા

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારી વચ્ચે આજે પાટણ જીલ્લામાં નવા 17 લોકો સંક્રમિત બન્યા છે. સતત વધી રહેલા સંક્રમણને કારણે લગભગ દરરોજ ડબલ આંકડામાં નવા કેસ સામે આવી રહ્યા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા સાથે સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરી છે. આ તરફ બનાસકાંઠા જીલ્લામાં પણ કોરોના
 
ચિંતા@પાટણ: આજે નવા 17 લોકો કોરોના પોઝિટીવ, બનાસકાંઠામાં 8 કેસ નોંધાયા

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે આજે પાટણ જીલ્લામાં નવા 17 લોકો સંક્રમિત બન્યા છે. સતત વધી રહેલા સંક્રમણને કારણે લગભગ દરરોજ ડબલ આંકડામાં નવા કેસ સામે આવી રહ્યા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા સાથે સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરી છે. આ તરફ બનાસકાંઠા જીલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યુ હોઇ આજે નવા 8 કેસ સામે આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 17 કેસ સામે આવ્યા છે. આજે પાટણ શહેરમાં 3 અને તાલુકાના કુણઘેર, બાલીસણામાં 1-1 અને રૂનીમાં 2, ચાણસ્મા તાલુકાના ધિણોજમાં 2, સેઢાલ, સેવાળા અને ગંગેટમાં 1-1, સમી તાલુકાના રાકું અને બાદરગંજમાં 1-1, સાંતલપુરના વારાહીમાં 1, શંખેશ્વરની મોટીચંદુરમાં 1 અને રાધનપુર શહેરમાં 1 મળી નવા 17 કેસ નોંધાયા છે. આ તરફ આજે નોંધાયેલા કેસો સહિત જીલ્લાનો કુલ આંક 2588 પહોંચ્યો છે.

આ તરફ બનાસકાંઠા જીલ્લામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ રોકાવાનું નામ નથી લઇ રહ્યુ છે. આજે જીલ્લામાં નવા 8 કેસ સામે આવ્યા છે. જેમાં પાલનપુરમાં 2 અને ડીસામાં 6 મળી 8 કેસ નોંધાયા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરી છે.