ચિંતા@પાટણ: સતત વધી રહ્યુ છે સંક્રમણ, આજે એકસાથે 35 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ હોઇ આજે એકસાથે 35 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ આજે પણ વરાણામાં નવા 5 કેસ આવ્યા છે. અનલોકમાં મળેલી છૂટ વચ્ચે ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક નહી પહેરવાને કારણે સંક્રમણ વધી રહ્યુ હોવાથી દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે
 
ચિંતા@પાટણ: સતત વધી રહ્યુ છે સંક્રમણ, આજે એકસાથે 35 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ હોઇ આજે એકસાથે 35 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ આજે પણ વરાણામાં નવા 5 કેસ આવ્યા છે. અનલોકમાં મળેલી છૂટ વચ્ચે ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક નહી પહેરવાને કારણે સંક્રમણ વધી રહ્યુ હોવાથી દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા 35 કેસ સામે આવ્યા છે. આજે પાટણ શહેરમાં 11, પાટણ તાલુકાના કણી, હાંસાપુરમાં 1-1 અને ધારપુર કેમ્પસમાં 2, સિધ્ધપુર શહેરમાં 3, તાલુકાના બિલીયામાં 1 અને વરસીલામાં 2, સમી તાલુકાના વરાણામાં 5 અને પાલીપુરમાં 1, રાધનપુર શહેરમાં 3, સાંતલપુરના વારાહી અને માનપુરામાં 1-1, ચાણસ્મા શહેરમાં 1 અને તાલુકાના જસલપુરમાં 1 અને સરસ્વતી તાલુકાના ચારૂપમાં 1 કેસ નોંધાયો છે.