ચિંતા@રાધનપુર: શંકાસ્પદ ડેન્ગ્યુથી કિશોરનું મોત, મચ્છરોનો ઉપદ્રવ બેફામ

અટલ સમાચાર, પાટણ રાધનપુર તાલુકાના ગામે કિશોરનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થતાં ચકચાર મચી ગઇ છે. 10 વર્ષનો કિશોર છેલ્લા ઘણા સમયથી થેલેસેમિયા નામની બિમારીનો સામનો કરી રહ્યો હતો. આ દરમ્યાન અચાનક બિમાર પડી જતાં અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેના રીપોર્ટમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યુ છે. જોકે રાધનપુર તાલુકા આરોગ્ય
 
ચિંતા@રાધનપુર: શંકાસ્પદ ડેન્ગ્યુથી કિશોરનું મોત, મચ્છરોનો ઉપદ્રવ બેફામ

અટલ સમાચાર, પાટણ

રાધનપુર તાલુકાના ગામે કિશોરનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થતાં ચકચાર મચી ગઇ છે. 10 વર્ષનો કિશોર છેલ્લા ઘણા સમયથી થેલેસેમિયા નામની બિમારીનો સામનો કરી રહ્યો હતો. આ દરમ્યાન અચાનક બિમાર પડી જતાં અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેના રીપોર્ટમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યુ છે. જોકે રાધનપુર તાલુકા આરોગ્ય દ્રારા ડેન્ગ્યુના કારણે મોત છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના દેવ ગામના ધવલ ચૌધરી(ઉ.વ.10)નું શંકાસ્પદ બિમારીને કારણે મોત નિપજ્યુ છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી શંકાસ્પદ ડેન્ગ્યુને કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. કિશોરને અગાઉથી જ થેલેસેમિયા નામની બિમારી હોઇ સારવાર ચાલુ હતી. આ દરમ્યાન ડેન્ગ્યુમાં સપડાતા પરિવારે ભારે દોડધામની વચ્ચે અમદાવાદ રીફર કર્યો હતો. જ્યા રીપોર્ટ કરાવતા ડોક્ટરે ડેન્ગ્યુને કારણે મોત થયાનું જણાવતા રાધનપુર આરોગ્ય આલમમાં દોડધામ મચી ગઇ છે.

સમગ્ર બાબતે રાધનપુર તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતુ કે, ધવલને અગાઉથી થેલેસેમિયા નામની બિમારી હતી. જોકે ખાનગી ડોક્ટરે ડેન્ગ્યુને કારણે મોત થયાનુ જણાવતા તપાસ શરૂ કરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શરદી-વાયરલ સહિતના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જેમાં હવામાનની ઉલટફેર સાથે-સાથે અનેક સ્થળોએ કચરાના ઢગ અને પાણી ભરાઇ રહેતા મચ્છરોનો ઉપદ્રવ બેફામ છે.