File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં વધતાં જતાં કેસો વચ્ચે રાજકોટની એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં તબીબની સલાહ વગર ત્રણ કોરોના દર્દીઓ મિથિલિન બ્લુની બોટલ પી જતાં તેમની હાલત ગંભીર બની છે. ગઇકાલે અજાણ્યો ઇસમ દર્દીઓને મિથિલિન બ્લુની બોટલો આપી ગયા બાદ હોસ્પિટલ સ્ટાફે દવા આપી હોવાનું માની દર્દીઓ દવા પી ગયા હતા. જે બાદમાંદ ર્દીઓને તાત્કાલિક મેઈન બિલ્ડિંગમાં ખસેડી સારવાર શરૂ કર્યા બાદ હાલ ત્રણેયની સ્થિતિ ગંભીર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે પ્રિ ટ્રાએજ એરિયા બનાવવામાં આવ્યો છે, જ્યાં કોરોનાના દર્દીઓને પ્રાથમિક સારવાર માટે રાખવામાં આવ્યા છે. અજાણ્યાં ઇસમે કોઇપણ જવાબદાર અધિકારીની મંજૂરી લીધા વગર જ ખાટલે ખાટલે જઇને દર્દીને મિથિલિન બ્લૂની બોટલ આપી દીધી હતી. બોટલ આપનાર હોસ્પિટલનો સ્ટાફ હોવાનું સમજી દર્દીઓએ તે બોટલ લઇ લીધી હતી, તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે બાબતથી અજાણ ત્રણ દર્દીઓએ આખી બોટલ ગટગટાવી લીધી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પ્રિટ્રાએજ એરીયામાં મિથિલિન બ્લુની બોટલોનો થેલો ભરી આપવા આવનાર શખ્સને કેમ કોઈએ રોક્યો નહિ તે મોટો સવાલ છે. સેવાના નામે અપાતી દવા તબોબોની સલાહ વગર લેવી જોખમી બની છે. ઉલ્લેખનીય છે કે, મિથિનિલ બ્લૂ કોરોનાના દર્દીઓ માટે રામબાણ ઈલાજ સાબિત થઈ છે. પરંતુ આ દવા તબીબોના સલાહ વગર લેવી હિતાવહ નથી. તેના ચોક્કસ માપદંડ અને ગાઈડન્સ વગર લેવી નહિ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code