ચિંતા@સુઇગામ: અપૂરતા વરસાદમાં કર્યુ વૃક્ષારોપણ, કોણ રાખશે કાળજી ?

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ તાલુકાના ભટાસણા ગામે પંચાયતની જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. પર્યાવરણ માટે વૃક્ષો અત્યંત જરૂરી પરંતુ ઉત્તર ગુજરાતમાં અપુરતો વરસાદ ચિંતા કરાવી રહયો છે. આવી પરિસ્થિતિમાં ભાજપના આગેવાનોએ કરેલું વૃક્ષ વાવેતર સવાલો ઉભા કરી રહયુ છે. જો, કમનસીબે વરસાદની ખેંચ ઉભી થાય તો રોપાઓ સુકાઇ શકે છે. આથી વાવેતર બાદ
 
ચિંતા@સુઇગામ: અપૂરતા વરસાદમાં કર્યુ વૃક્ષારોપણ, કોણ રાખશે કાળજી ?

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ તાલુકાના ભટાસણા ગામે પંચાયતની જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. પર્યાવરણ માટે વૃક્ષો અત્યંત જરૂરી પરંતુ ઉત્તર ગુજરાતમાં અપુરતો વરસાદ ચિંતા કરાવી રહયો છે. આવી પરિસ્થિતિમાં ભાજપના આગેવાનોએ કરેલું વૃક્ષ વાવેતર સવાલો ઉભા કરી રહયુ છે. જો, કમનસીબે વરસાદની ખેંચ ઉભી થાય તો રોપાઓ સુકાઇ શકે છે. આથી વાવેતર બાદ ફરજીયાત પણે કાળજી રાખવાની તૈયારી જરૂરી બની છે.

ચિંતા@સુઇગામ: અપૂરતા વરસાદમાં કર્યુ વૃક્ષારોપણ, કોણ રાખશે કાળજી ?

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકા ભાજપ ઘ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાની અપીલ કરવામાં આવી હતી. ભટાસણા ગામે શરૂઆતથી જ વરસાદની ખેંચ હોવાથી રોપાઓ માટે હવે, વરસાદ જરૂરી બન્યો છે. આગાહી મુજબ વરસાદ પડે અને આગામી દિવસોએ પણ તબક્કાવાર મેઘરાજા પધારે તે જરૂરી છે. જો વરસાદની ખેંચ થાય તો વાવેતર કરેલ રોપાઓ મોટા કરવાની તૈયારી હોવી જોઇએ.

ભટાસણા ગામે જિલ્લા સહકારી મંડળીના જિલ્લા પ્રમુખ દેવજીભાઈ પટેલ, ભાજપના જિલ્લા મહામંત્રી ઉમેદાન ગઢવી, રવજીભાઈ પટેલ, ગ્રામ પંચાયત સરપંચ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને વૃક્ષો વાવવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ કરી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્રારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે, તમે દસ વૃક્ષ વાવો તેમાંથી તો પાંચ વૃક્ષ તો બનવા જોઇએ. જેથી કરીને આપણે પર્યાવરણ બચાવી શકીએ તેવી અપીલ કરવામાં આવી હતી
.