ચિંતા@સુરત: આંશિક રાહત વચ્ચે એક જ એપાર્ટમેન્ટમાં એકસાથે 9 કોરોના કેસ આવતાં દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરતમાં આંશિક રાહત મળ્યાં બાદ શહેરના એક એપાર્ટમેન્ટમાં એકસાથે 9 કેસ સામે આવતાં દોડધામ મચી છે. વિગતો મુજબ એક જ એપાર્ટમેન્ટમાં એકસાથે 9 કેસ ખુલતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત શરૂ કરી દેવાઇ છે. આ તરફ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની
 
ચિંતા@સુરત: આંશિક રાહત વચ્ચે એક જ એપાર્ટમેન્ટમાં એકસાથે 9 કોરોના કેસ આવતાં દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરતમાં આંશિક રાહત મળ્યાં બાદ શહેરના એક એપાર્ટમેન્ટમાં એકસાથે 9 કેસ સામે આવતાં દોડધામ મચી છે. વિગતો મુજબ એક જ એપાર્ટમેન્ટમાં એકસાથે 9 કેસ ખુલતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત શરૂ કરી દેવાઇ છે. આ તરફ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની સારવાર પણ શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં અઠવા વિસ્તારમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટમાં એક સાથે 9 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવતા સુરત આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જેને લઇ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બે એપાર્ટમેન્ટ તાત્કાલિક સીલ એટલે કે કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ પહેલા એપાર્ટમેન્ટમાં રહેવાસીઓ તો પાલિકા કર્મચારિઓ સાથે માથાકૂટ પણ કરી હતી પણ મામલો થાળે પાડી બંને એપાર્ટમેન્ટ કોરોનટાઇન કરી પાલિકા દ્વારા બે ગાર્ડ પણ મુકવામાં આવ્યા છે.