આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડોદરા 

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની હાલત દયનિય બની છે. વિશ્વ નદી દિવસની ઉજવણી અંતર્ગત વડોદરાના સામાજિક કાર્યકરે ગંદકીથી ખદબદી ઉઠેલ વિશ્વામિત્રી નદીને પુનર્જીર્વિત કરવા માંગ કરી છે.14મી માર્ચ વિશ્વ નદી દિવસ તરીકે મનાવવામાં આવે છે. સમગ્ર ભારતમાં નદીઓનું અનેરૂ મહત્વ છે અને ભારતીયો દ્વારા નદીઓનું પૂજન શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિશ્વ નદી દિન નિમિત્તે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ મુંજમહુડા વિસ્તાર ખાતે વિશ્વામિત્રી નદીના પટની મુલાકાત લઈ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, સત્તાધીશો અને અધિકારીઓના પાપે વડોદરા શહેરની પવિત્ર નદી ગંદકીથી ખદબદી ઉઠી છે. બીજી બાજુ સ્માર્ટસિટીના રેન્કિંગમાં વડોદરાના ક્રમાંકનો સુધારો થયો છે. પરંતુ, શું આ સુધારો યોગ્ય છે ખરો ? વિશ્વ નદી દિવસ અંતર્ગત સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વડોદરા મહાનગરપાલિકા અને જીલ્લા વહીવટી તંત્રને વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા માંગ કરી હતી.

30 May 2020, 2:27 AM (GMT)

COVID-19 Global Stats

6,064,607 Total Cases
367,479 Death Cases
2,685,392 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code