આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ભિલોડા

મોડાસા અને મેઘરજમાં તીડ ત્રાટકવાની સંભાવના વચ્ચે ખેતીવાડી વિભાગ સક્રીય બન્યુ છે. જીલ્લા ખેતીવાડી વિભાગે સરહદી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને રણતીડની ઓળખ અને તેના નિયંત્રણ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. ભિલોડા-મેઘરજના સરહદી ગામોમાં ખેતીવાડી વિભાગે જુદી-જુદી ટિમ બનાવી રણતીડ ત્રાટકે તો તેના નિયંત્રણ માટે રણનીતિ બનાવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મેઘરજ-મોડાસના ગ્રામ્ય વિસ્તારમાં તીડ ત્રાટકવાની સંભાવના વચ્ચે ખેતીવાડી વિભાગ હરકતમાં આવ્યુ છે. પંથકના 28 ગામોમાં ખેતીવાડી વિભાગે 10 ટીમો બનાવી છે. જે ટીમોએ રણતીડ ત્રાટકે તો તેના નિયંત્રણ માટે રણનીતિ બનાવી હતી. આ સાથે રણતીડ ત્રાટકે તો તેના નિયત્રંણ માટે કૃષિ વિભાગે ફૂટ સ્પ્રેયર અને ટેન્કર દ્વારા દવા છંટકાવ કરવા તડામાર તૈયારીઓ આદરી દીધી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત દિવસે ભિલોડા તાલુકાના બોરનાલા ગામે તીડ જેવા તીતીઘોડાના ઝુંડ જોવા મળ્યા હતા. માહિતીની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમ બોરનાલા ગામે પહોંચી હતી, પરંતુ તીડ નહીં તીતીઘોડા હોવાનું જોવા મળતાં જ તંત્ર સહિત ખેડૂતોએ મોટી રાહત અનુભવી હતી. જોકે રણતીડ ત્રાટકવાની સંભાવનાને લઇ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ છે.

નોંધનિય છે કે, ભિલોડા અને મેઘરજ તાલુકાના 28 ગામોમાં કૃષિ વિભાગે 10 ટીમો બનાવી રણતીડના નિયંત્રણ અંગેની કામગીરી દ્વારા શરૂ કરી છે. જેમાં ખેડૂતોએ સરહદી ગામોમાં રણતીડ જોવા મળે તો રણતીડ કઈ દિશામાંથી આવ્યા છે, કેટલા વિસ્તારમાં તીડ બેઠા છે, કયા ગામે સીમમાં બેઠા છે તે અંગેની માહિતી કૃષિ વિભાગના કંટ્રોલ રૂમ 02774- 250030 ઉપર જાણ કરવા જણાવાયું છે.

26 May 2020, 2:46 AM (GMT)

COVID-19 Global Stats

5,588,356 Total Cases
347,873 Death Cases
2,365,719 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code