આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

ખેરાલુ શહેરમાં કોરોનાનો કહેર વધતાં હવે વેપારીમંડળ દ્રારા બપોર બાદ વેપારીઓને દુકાનો બંધ રાખવા અપીલ કરાઇ છે. ખેરાલુ શહેરમાં તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતાં હોઇ સંક્રમણ ઝડપથી ફેલાવાનો ભય સૌથી વધુ રહેલો છે. આ તરફ બજાર વિસ્તારમાં પણ કોરોનાના કેસો આવતાં કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયેલો છે. જેને લઇ વેપારી મંડળ દ્રારા આવતીકાલ શનિવારથી શહેરી વિસ્તારમાં બપોર બાદ બજારો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ખેરાલુ પંથકમાં અત્યાર સુધી 7 થી વધુ કોરોના વાયરસના કેસો નોંધાયેલા છે. જેમાં બજાર વિસ્તારમાં પણ કોરોના કેસો આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ ખેરાલુ વહેપારી મહામંડળના પ્રમુખ મનીષ શાહ દ્રારા શહેરના તમામ વેપારીઓને આવતીકાલ 01/08/2020ને શનિવારથી સવારે 7:00થી 2:00 કલાક સુધી ખુલ્લી રાખવા જણાવ્યુ છે. આ સાથે બપોરે 2:00 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવા અપીલ કરાઇ છે.

04 Aug 2020, 7:46 AM (GMT)

COVID-19 Global Stats

18,451,481 Total Cases
697,291 Death Cases
11,682,765 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code