સરકારી કાર્યક્રમમાં ડીસા મામલતદાર કચેરીના કર્મચારી રોકાતા અરજદારોને ધરમધક્કા

અટલ સમાચાર, ભગવાન રાયગોર ડીસા ખાતે સરકારી કાર્યક્રમોમાં મામલતદાર કચેરીના કર્મચારીઓ રોકાતા મામલતદાર કચેરીની કામગીરી માટે આવતા અરજદારોને ધરમધક્કા થઈ પડ્યા છે. કહેવાતા સુચારુ શાસનમાં સરકારના કાર્યક્રમોને લઈ આમજનતા ભોગ બની રહી છે. પ્રજાના પૈસાથી થતા સમારંભોથી સરકાર વાહવાહી લૂંટી રહી છે. જ્યારે તે જ પ્રજા આવા કાર્યક્રમોના કારણે હેરાન પરેશાન થઈ રહી છે. મળતી
 
સરકારી કાર્યક્રમમાં ડીસા મામલતદાર કચેરીના કર્મચારી રોકાતા અરજદારોને ધરમધક્કા

અટલ સમાચાર, ભગવાન રાયગોર

ડીસા ખાતે સરકારી કાર્યક્રમોમાં મામલતદાર કચેરીના કર્મચારીઓ રોકાતા મામલતદાર કચેરીની કામગીરી માટે આવતા અરજદારોને ધરમધક્કા થઈ પડ્યા છે.

કહેવાતા સુચારુ શાસનમાં સરકારના કાર્યક્રમોને લઈ આમજનતા ભોગ બની રહી છે. પ્રજાના પૈસાથી થતા સમારંભોથી સરકાર વાહવાહી લૂંટી રહી છે. જ્યારે તે જ પ્રજા આવા કાર્યક્રમોના કારણે હેરાન પરેશાન થઈ રહી છે.

મળતી વિગતો મુજબ ડીસા મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ માટેની કામગીરી સપ્તાહના સોમવાર અને ગુરુવારના રોજ જ કરવામા આવે છે અને છેલ્લા 2 મહિનાથી મામલતદાર કચેરીના કર્મચારીઓ સરકારના કાર્યક્રમોમાં રોકાયેલા હોઈ બે મહિનાથી રેશનકાર્ડ ઉપરાંતની કામગીરી ઉપર જાણે બ્રેક લાગી ગઈ છે.

મામલતદાર કચેરીએ રેશનકાર્ડની કામગીરી માટે આવેલા અરજદારોને પુરવઠા શાખા બંધ દેખાતા નિરાશા સાથે ગુસ્સો જોવા મળ્યો હતો. લુનપુરથી આવેલા એક અરજદાર પણ રખડી પડ્યા હતા.