આવેદન@દાહોદ: એસટી નિગમમાં ડ્રાઇવરની ભરતી પૂર્ણ કરવા કલેક્ટરને રજૂઆત

અટલ સમાચાર, દાહોદ (નઇમ મુન્ડા) કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં અટકી પડેલી એસટી બસના ડ્રાઇવરોની ભરતી પુર્ણ કરવા આજે દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. આજે મોટી સંખ્યામાં યુવકોએ દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપી અટકી પડેલી ભરતીઓ તાત્કાલિક પુર્ણ કરવા રજૂઆત કરી છે. આ સાથે જો આ સમસ્યાનું સમાધાન ત્વરીત લાવવામાં નહીં આવે તો રાણીપ કચેરી ખાતે
 
આવેદન@દાહોદ: એસટી નિગમમાં ડ્રાઇવરની ભરતી પૂર્ણ કરવા કલેક્ટરને રજૂઆત

અટલ સમાચાર, દાહોદ (નઇમ મુન્ડા)

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં અટકી પડેલી એસટી બસના ડ્રાઇવરોની ભરતી પુર્ણ કરવા આજે દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. આજે મોટી સંખ્યામાં યુવકોએ દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપી અટકી પડેલી ભરતીઓ તાત્કાલિક પુર્ણ કરવા રજૂઆત કરી છે. આ સાથે જો આ સમસ્યાનું સમાધાન ત્વરીત લાવવામાં નહીં આવે તો રાણીપ કચેરી ખાતે આંદોલન કરી ધરણા પર બેસવાની ચિમકી ઉચ્ચારાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આવેદન@દાહોદ: એસટી નિગમમાં ડ્રાઇવરની ભરતી પૂર્ણ કરવા કલેક્ટરને રજૂઆત

દાહોદમાં આજે એસટીમાં ડ્રાઇવરની ભરતીને લઇ જીલ્લા કલેક્ટરને આવેનદપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં ડ્રાઈવરની કુલ સંખ્યા 2249 બેઠકો માટે ફરીથી ભરતી પ્રક્રિયા કરવામાં આવે અને 24/4/2020ના દિવસે પરીક્ષાઓ બાકી રહી ગઈ હતી તો એ પરીક્ષાઓની પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની માંગ કરી છે. આ સાથે જેમની પરીક્ષા 10 માસ અગાઉ પૂર્ણ થયેલી છે તેવામાં એક દિવસની પરીક્ષા પૂર્ણ કરીને GSRTCના ડ્રાઈવર 2019/2020ની ભરતી પૂર્ણ કરવા માંગ કરવામાં આવી હતી. જો એમ કરવામાં નહી આવે તો, રાણીપ ખાતે એકઠા થઈને આંદોલન કરીને વાહન વ્યવહાર મંત્રીને રજૂઆતો બાદ માંગ પુરી કરવામાં નહી આવેતો ધરણા ઉપર પણ બેસવા સુધીની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.