આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, હારીજ

હારીજ તાલુકાના ગામે ખેડૂતોએ સિંચાઇના પાણી માટે મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ. આ પ્રસંગે પાંચ જેટલા ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રવિ સિઝનમાં જીરૂ, એરંડા સહિતના પાક માટે સિંચાઇનું પાણી સમયસર નહિ મળતાં ખેડૂતો લાલઘૂમ બન્યા છે. આ સાથે ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, સિંચાઇનું પાણી સમયસર નહિ છોડવામાં આવે તો પાકસંકટની નોબત ઉભી થઇ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના કાઠી સહિત પાંચ ગામના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યુ છે. રવિ સિઝનમાં સિંચાઇનું પાણી સમયસર મળતું ન હોવાથી ખેડૂતો લાલઘૂમ બન્યા હતા. કાઠી ગામમાં છેલ્લા દોઢ મહિનાથી સિંચાઇનું પાણી મળ્યુ ન હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજે સવારે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઇ મામલતદારને સમયસર પાણી છોડવા માંગ કરતુ આવેદનપત્ર આપ્યુ હતુ.

10 Aug 2020, 1:43 AM (GMT)

COVID-19 Global Stats

20,021,321 Total Cases
733,918 Death Cases
12,896,895 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code