આવેદન@ડીસા: એન્જિનિયરિંગમાં 50 ટકા સીટોના ઘટાડા સામે ABVP લાલઘૂમ

અટલ સમાચાર,ડીસા ડીસા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા એન્જિનિયરિંગ કોલેજોમાં ઈન્ટેક 50 ટકા સીટોના ઘટાડાને લઇ ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સરકાર દ્વારા આ નિર્ણય પર પુનઃવિચારણા કરી નિર્ણય ત્વરિત બદલવા માંગ કરી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
આવેદન@ડીસા: એન્જિનિયરિંગમાં 50 ટકા સીટોના ઘટાડા સામે ABVP લાલઘૂમ

અટલ સમાચાર,ડીસા

ડીસા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા એન્જિનિયરિંગ કોલેજોમાં ઈન્ટેક 50 ટકા સીટોના ઘટાડાને લઇ ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સરકાર દ્વારા આ નિર્ણય પર પુનઃવિચારણા કરી નિર્ણય ત્વરિત બદલવા માંગ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠાના ડીસામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા ધારાસભ્ય શશીકાન્ત પંડ્યાને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. સરકાર દ્રારા એન્જિનિયરિંગ કોલેજોમાં ઈન્ટેક 50 ટકા સીટોનો કરવામાં આવેલ ઘટાડા સંદર્ભે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં એબીવીપી ડીસા શાખા દ્વારા વર્તમાન ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા નિર્ણય પર પુનઃ વિચારણા કોરી નિર્ણય ત્વરિત બદલવા માંગ કરી હતી.

આવેદન@ડીસા: એન્જિનિયરિંગમાં 50 ટકા સીટોના ઘટાડા સામે ABVP લાલઘૂમ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગુજરાતભરની 11 કોલેજોની 14 બ્રાંચમાં ડિગ્રી ઇજનેરી કોલેજની 2549 તથા ડિપ્લોમાંની 6837 બેઠકો ઘટાડવામાં આવી છે. આ સાથે તથા પૂર્વમાં સરકાર દ્વારા સ્વનિર્ભર કોલેજોને 50 ટકા મેનેજમેન્ટ કોટાની લાણી કરવામાં આવી હોવાથી આ નિયમથી સ્પષ્ટ ખાનગીકરણને પ્રોત્સાહન પુરુ પાડયું હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ડીસા શાખામાંથી એબીવીપી બનાસકાંઠા જિલ્લા સંયોજક ધવલભાઈ જોષી, નગરમંત્રી અંકુરભાઈ દેસાઈ સહિત તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.