આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત ભાજપ દ્રારા આજે જિલ્લા સંગઠનના નવા માળખાંની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના પાંચ જીલ્લામાં ઠાકોર, પટેલ અને ચૌધરી સમાજના દિગ્ગજને જીલ્લા ભાજપનું સુકાન સોંપાયું છે. નોંધનિય છે કે, ગત દિવસોએ પ્રદેશ પ્રમુખ સંગઠનની યાદી પર ચર્ચા કરવા માટે દિલ્હી પહોંચ્યાં હતા. આ તરફ સંગઠનમાં નવી નિમણુંકો પર હાઇકમાન્ડે મંજૂરીની મહોર મારી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રદેશ ભાજપ દ્રારા આજે જીલ્લા સંગઠનના પ્રમુખની નિમણુંકો કરવામાં આવી છે. જેમાં મહેસાણા અને સાબરકાંઠામાં પટેલ, બનાસકાંઠા અને પાટણમાં ક્ષત્રિય/ઠાકોર અને અરવલ્લીમાં ચૌધરી(પટેલ)ને જીલ્લા ભાજપની કમાન સોંપાઇ છે. મહેસાણા જીલ્લા પ્રમુખ તરીકે જશુભાઇ પટેલ (ઉમતાવાળા), પાટણ જીલ્લા પ્રમુખ તરીકે દશરથજી ઠાકોર, બનાસકાંઠા જીલ્લા પ્રમુખ તરીકે ગુમાનસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠા જીલ્લા પ્રમુખ તરીકે જે.ડી.પટેલ અને અરવલ્લી જીલ્લા પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઇ જેઠાભાઇ પટેલ(ચૌધરી)ની વરણી કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આઠ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરીની પૂર્વ સંધ્યાએ જીલ્લા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગત દિવસોએ દિલ્હી પહોંચ્યા બાદ નવા સંગઠન બાબતે ચર્ચા-વિચારણાને અંતે નામોની યાદી પર હાઇકમાન્ડની મહોર લાગી હતી. જેના અનુસંધાને ઉત્તર ગુજરાતના પાંચ જીલ્લામાં ફરી એકવાર મોટા સમાજમાંથી જીલ્લા પ્રમુખોની પસંદગી કરવામાં આવી છે.

5 જીલ્લામાં પહેલા કોણ પ્રમુખ હતા અને હવે કોને પ્રમુખપદ મળ્યું ? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code