આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. આ તરફ બનાસકાંઠામાં પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકો પોતાના ઘરમાં જ રહી લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. બનાસડેરીની સુચનાથી ભાભર તાલુકાની ડેરીમાં સાવચેતીના ભાગરૂપે સેનેટાઇઝર, હાથમોઝા, ચશ્માં અને ટોપી જેવી કીટ આપવામાં આવેલી છે. આ સાથે ગામની ડેરીના કર્મચારીઓ અને ગ્રાહકો પણ સેનેટાઇઝર સહિતનો ઉપયોગ કરી સાવચેતી રાખી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના મીઠા ગામની વિજયનગર ડેરીમાં સાવચેતીના સરાહનિય દ્રશ્યો સામે આવ્યા છે. ડેરીના મંત્રી રમેશજી ઠાકોર દ્રારા ડેરીના ગેટ આગળ ઉભા રહીને ગ્રાહકોને સેનેટાઇઝરથી હાથ ધોવડાવીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે ડેરીના ટેસ્ટર ભાવજી ઠાકોર પણ હાથે મોજા, ચશ્માં અને વાળન દેખાય તે રીતે ટોપી અને બુટ સહિત પોતાની પુરેપુરી સાવચેતી રાખતા નજરે પડ્યા હતા.

સમગ્ર મામલે ડેરીના મંત્રી રમેશજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, અમે ચેરમેન અને ડેરીની સૂચનાથી બધા ગ્રાહકોને પોતાના ઘરેથી દૂધ ભરાવવા આવે ત્યારે હાથ-પગઅને મોઢે રૂમાલ કે માસ્ક પહેરીને દૂધ ભરાવવા આવવું તેવી સુચનાઓ આપેલી છે. જો કોઈપણ ગ્રાહક નિયમનો ભંગ કરે તો તેનું દૂધ લેવામાં આવતું નથી. ડેરીની સાવચેતીના સરાહનિય દ્રશ્યોથી અન્ય ડેરીઓએ પણ શીખ લેવા જેવી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code