મંજૂરી@ગુજરાત: હવે MLAની ગ્રાન્ટમાંથી સોસાયટીમાં CCTV લગાવી શકાશે

અટલ સમાચાર, ગાંધીનગર મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ધારાસભ્યોની રજૂઆતને પગલે ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ હેઠળ MLAની ગ્રાન્ટમાંથી સોસાયટીઓમાં સીસીટીવી નાખવાની મંજૂરી આપી છે. પ્રોજેક્ટ હેઠળ 329 કરોડના ખર્ચે 34 જિલ્લા મુખ્ય મથકો અને 6 ધાર્મિક સ્થળો તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત કુલ 41 શહેરોમાં 6043 સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવાની વિધાનસભાની જાહેરાત કરાઈ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
મંજૂરી@ગુજરાત: હવે MLAની ગ્રાન્ટમાંથી સોસાયટીમાં CCTV લગાવી શકાશે

અટલ સમાચાર, ગાંધીનગર

મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ધારાસભ્યોની રજૂઆતને પગલે ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ હેઠળ MLAની ગ્રાન્ટમાંથી સોસાયટીઓમાં સીસીટીવી નાખવાની મંજૂરી આપી છે. પ્રોજેક્ટ હેઠળ 329 કરોડના ખર્ચે 34 જિલ્લા મુખ્ય મથકો અને 6 ધાર્મિક સ્થળો તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત કુલ 41 શહેરોમાં 6043 સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવાની વિધાનસભાની જાહેરાત કરાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરતાં કહ્યું કે વિશ્વાસ પ્રોજેક્ટ દેશનો સૌપ્રથમ પ્રજેક્ટ છે કે જેમાં કોઇ એક રાજ્યના દરેક જિલ્લાના મુખ્યમથકોને સીસીટીવી નેટવર્ક હેઠળ આવરી લેવાશે. આ પ્રોજેક્ટ હેઠળ 41 શહેરોમાં પસંદ કરેલા ટ્રાફિક જંક્શન, એન્ટ્રી પોઈન્ટ અને અગત્યના લોકેશન એમ કુલ 1256 સ્થળે કેમેરા લગાડાયા છે. 34 મુખ્ય મથકો ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલની રચના કરવામાં આવી છે. જિલ્લાકક્ષાના સેન્ટરને રાજ્યકક્ષાના સેન્ટર સાથે જોડવામાં આવ્યા છે.

મંજૂરી@ગુજરાત: હવે MLAની ગ્રાન્ટમાંથી સોસાયટીમાં CCTV લગાવી શકાશે
File Photo

સમગ્ર મામલે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે અનેક ધારાસભ્યોએ તેમના વિસ્તારમાં સીસીટીવી મૂકવા પૂછતાં હતા. હવે રાજ્ય સરકારે આ નેટવર્ક તાલુકાના શહેરો સુધી વિસ્તરે તે માટે ધારાસભ્યોની ગ્રાન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપતાં તેમના વિસ્તારની સોસાયટીઓ અને જાહેર સ્થળોએ સીસીટીવી લગાવી શકાશે.