અરેરાટી@આત્મહત્યાઃ માતાએ ત્રણ પુત્રીઓ સાથે કૂવામાં છલાંગ લગાવી 4 ના મોત

અટલ સમાચાર, ડેસ્ક મહિસાગરના ડીટવાસ ગામના ખેડા ફળીયાના ખેતી કામ કરતાં રમણભાઇ દલાભાઇ ડામોરના લગ્ન મંગુબેન સાથે થયા હતા. રમણભાઈ અને મંગુ બહેનને લગ્ન જીવન દરમિયાન 3 પુત્રી જન્મી હતી. જો કે પોતાને પુત્ર આવે તેવી આશા રાખતા મંગુબેન ત્રણ ત્રણ પુત્રીના જન્મ બાદ નિરાશ થઇ ગયા હતા. આ નિરાશામાં તેઓએ પુત્ર પ્રાપ્તી ન થતાં
 
અરેરાટી@આત્મહત્યાઃ માતાએ ત્રણ પુત્રીઓ સાથે કૂવામાં છલાંગ લગાવી 4 ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

મહિસાગરના ડીટવાસ ગામના ખેડા ફળીયાના ખેતી કામ કરતાં રમણભાઇ દલાભાઇ ડામોરના લગ્ન મંગુબેન સાથે થયા હતા. રમણભાઈ અને મંગુ બહેનને લગ્ન જીવન દરમિયાન 3 પુત્રી જન્મી હતી. જો કે પોતાને પુત્ર આવે તેવી આશા રાખતા મંગુબેન ત્રણ ત્રણ પુત્રીના જન્મ બાદ નિરાશ થઇ ગયા હતા. આ નિરાશામાં તેઓએ પુત્ર પ્રાપ્તી ન થતાં ઘર નજીક આવેલા કુવામાં પોતાની 5 વર્ષની દીકરી શર્મિષ્ઠા, 3 વર્ષની સુરા અને 1 વર્ષની ભુરીને કુવામાં નાખી દીધી હતી. અને પોતે પણ કુવામાં કુદી પડયા હતા. ડુબી જવાથી માતા સહિત 3 દિકરીઓના મોત નિપજ્યા હતા.

ડિંટવાસ પોલીસને ઘટનાની જાણ કરતાં ઉચ્ચ અધીકારીઓના કાફલા સહિત પોલીસ પહોચી હતી. પોલીસે કૂવામાં ઝંપલાવનાર માતા અને ત્રણ માસુમ બાળકીઓના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે મોકલી આપી હતી. ડિટવાસ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ડીટવાસ ગામની હૃદય કંપાવી દેતી ઘટનાથી કુટુંબીજનો અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે.

બીજી તરફ મંગુબહેનના પરિવારજનોએ આ મોત અંગે તેના સાસરિયાને જવાબદાર ઠેરવ્યા છે. મૃતક મંગુબેનના કાકા ભગવાનભાઈ અરજનભાઈ ડામોરે આક્ષેપ કર્યો કે ,અમારી દીકરીને આ લોકો વારંવાર માનસિક ત્રાસ આપતા હતા. અગાઉ આ રીતે ઘરમાં ઝગડો થયો હતો જેમાં અમારી દીકરી ઘરે આવી હતી. પણ સમજાવીને પાછી મોકલી હતી.