આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અરવલ્લી

અરવલ્લીના માલપુર-લુણાવાડા રોડ પર ગોવિંદપુર નજીક બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મસાદરાના ૨૫ વર્ષીય યુવકનું મોત નીપજ્યું તથા બાઈક સવાર બે લોકોના શરીરે ગંભીર ઈજાઓ થઇ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, યુવકનો હાથ શરીરથી જુદો પડી દૂર ફંગોળાયો હતો. અકસ્માતના પગલે દોડી આવેલી માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લીના મસાદરાના સંજયભાઈ દુધાભાઈ ખાંટ તેમના બાઈક પર પ્રતાપભાઈ રૂપાભાઇ તાંબિયાડ સાથે માલપુર કામકાજ અર્થે જઈ પરત મસાદરા ફરી રહ્યા હતા. માલપુર-લુણાવાડા માર્ગ પર ગોવિંદપુર ગામ નજીકથી બાઈક પર પસાર થતા સમયે સાઈડમાં પુરઝડપે ધસી આવેલા ટ્રેક્ટરના ચાલકે ગફલતભરી રીતે હંકારી બાઈકને સાઈડના ભાગે ટક્કર મારતા બંને યુવકો બાઈક પરથી ધડાકાભેર રોડ પર પટકાયા હતા.

ટ્રેક્ટરે સાઈડથી ટક્કર મારતા એક યુવકનો હાથ ખભામાંથી જુદો પડી જતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોમાં પણ અરેરાટી વ્યાપી હતી. ગંભીર ઈજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે ખસેડાતા પ્રતાપભાઈ રૂપાભાઇ તાંબિયાડ (ઉં.વર્ષ-૨૫) નું મોત થઈ ગયું હતું. અકસ્માતના પગલે દોડી આવેલી પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી મૃતક યુવકના પિતા રૂપાભાઇ સોમાભાઈ તાંબિયાડની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ઘટનાસ્થળે ટ્રેક્ટર મૂકી ફરાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code