આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ભીલોડા

અરવલ્લી જીલ્લાના ભીલોડામા નવનિર્મિત સિવિલ અને ફોજદારી કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટન વિક્રમસિંહ બી. ગોહિલ, પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજના હસ્તે કાયઁકમ યોજાયો હતો. જેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર એમ. નાગરાજન, સાંસદ સાબરકાંઠા-અરવલ્લી દિપસિંહ રાઠોડ, ગુજરાત બાર કાઉન્સીલ સદસ્ય હીરાભાઇ પટેલ, ભીલોડા બાર એસોશિયેશનના પ્રમુખ રણવીર સિંહ ડાભી, પ્રિન્સિપાલ સિનિયર સિવીલ જજ જે.ડી. સોલંકી મંચસ્થ ઉપસ્થીત રહ્યા હતા.

ત્યારે કોર્ટ બિલ્ડીંગમાં તદ્દન અત્યાધુનિક સગવડો ઉભી કરવામાં આવેલી છે. જેમાં વકિલરૂમ, સ્ટાફરૂમ, લાઈબ્રેરી, ઈકોર્ટ, આંતરીકે રસ્તાઓ, ગાર્ડન, સમ ફાયરસેફટી, પાર્કીગ શેડ, ચાર કોર્ટ રૂમ, કોન્ફરન્સ રૂમ જેવી અધતન સગવડો ઉભી કરવામાં આવેલ છે. સદરહુ કોર્ટ બિલ્ડીંગમાં સરકાર તરફથી અંદાજે રૂપીયા 10 કરોડ 4 લાખ બાંધકામ તથા ફર્નીચર માટે ફાળવવામાં આવેલ છે. અને કુલ 10 હજાર ચો. મી. જમીન સરકાર તરફથી ફાળવવામાં આવેલ છે. હાલ ભિલોડા ખાતે ત્રણ ન્યાયાધિશઓ કાર્યરત છે. સદરહુ ઉદધાટન પ્રસંગને સફળ બનાવવા માટે પી.આર.ઓ. અભેસિંહ યુ. સોનગરા તથા સ્ટાફ મિત્રો તથા રણવીરસિંહ ડાભી અને વકિલઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

27 Oct 2020, 12:41 PM (GMT)

COVID-19 Global Stats

43,767,889 Total Cases
1,164,227 Death Cases
32,161,965 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code