અરવલ્લી: સ્પીડ ગનથી 2 દીવસમાં બેફામ ગતિએ દોડતા 25 વાહન ચાલકો દંડાયા

અટલ સમાચાર, અરવલ્લી અરવલ્લી જીલ્લા ટ્રાફિક પોલીસે સ્પીડ ગનના સહારે ૨૪ કલાકમાં રોડ પર ગતિમર્યાદાનું ઉલંઘન કરતા ૨૫ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરી સ્થળ પર ૧૦ હજાર રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા. અરવલ્લી જીલ્લા ટ્રાફિક પી.એસ.આઈના જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર તરફથી જીલ્લા ટ્રાફિક પોલીસને અત્યાધુનિક સ્પીડગન ફાળવવામાં આવી છે. જેથી જીલ્લાના માર્ગો પરથી પુરપાટ
 
અરવલ્લી: સ્પીડ ગનથી 2 દીવસમાં બેફામ ગતિએ દોડતા 25 વાહન ચાલકો દંડાયા

અટલ સમાચાર, અરવલ્લી

અરવલ્લી જીલ્લા ટ્રાફિક પોલીસે સ્પીડ ગનના સહારે ૨૪ કલાકમાં રોડ પર ગતિમર્યાદાનું ઉલંઘન કરતા ૨૫ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરી સ્થળ પર ૧૦ હજાર રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા.

અરવલ્લી જીલ્લા ટ્રાફિક પી.એસ.આઈના જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર તરફથી જીલ્લા ટ્રાફિક પોલીસને અત્યાધુનિક સ્પીડગન ફાળવવામાં આવી છે. જેથી જીલ્લાના માર્ગો પરથી પુરપાટ ઝડપે દોડતા વાહનચાલકો સામે તેઓ ચોક્કસ કેટલી ઝડપે વાહન દોડાવી રહ્યા છે. તેની સ્પીડરેટ જીલ્લા ટ્રાફિક પોલીસની સ્પીડ ગનમાં નોંધાઈ જશે.

અરવલ્લી: સ્પીડ ગનથી 2 દીવસમાં બેફામ ગતિએ દોડતા 25 વાહન ચાલકો દંડાયા

આવી જ રીતે વાહન ચાલક કે જે ઓવરસ્પીડ દોડી રહ્યા હોય તેમની સામે સરળતાથી કાનૂની કાર્યવાહી કરી શકાશે એ રીતે ઓવરસ્પીડ દોડતા વાહનોને લીધે થતા માર્ગ પરના અકસ્માતોનું પ્રમાણમાં ઘટાડો થશે નું જણાવ્યું હતું. અરવલ્લી જીલ્લા ટ્રાફિક પોલીસે જીલ્લાના વિવિધ માર્ગો પર સ્પીડ ગનના સહારે બેફામ ઓવર સ્પીડે દોડતા ૨૫ વાહન ચાલકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી સ્થળ પર દંડ ફટકારી વસુલવામાં આવતા ગતિમર્યાદાનો ભંગ કરી પસાર થતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.