અરવલ્લીઃ 3 કલાકમાં 5 ઇંચ મુશળધાર વરસાદ, માર્ગો પાણીમાં ડૂબ્યા

અટલ સમાચાર, મહેસાણા અરવલ્લીનાં ઉમેદપુર, જીવણપૂર, ફૂટા, સરડોઇ સહિત ગામડાઓમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યભરમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે આજે સવારથી અરવલ્લીના મોડાસાના ગ્રામ્યપંથકમાં સતત 3 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સરડોઈ, ટીટીસર, સજાપુર સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. 3 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
 
અરવલ્લીઃ 3 કલાકમાં 5 ઇંચ મુશળધાર વરસાદ, માર્ગો પાણીમાં ડૂબ્યા

અટલ સમાચાર, મહેસાણા

અરવલ્લીનાં ઉમેદપુર, જીવણપૂર, ફૂટા, સરડોઇ સહિત ગામડાઓમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યભરમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે આજે સવારથી અરવલ્લીના મોડાસાના ગ્રામ્યપંથકમાં સતત 3 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સરડોઈ, ટીટીસર, સજાપુર સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. 3 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદથી ખેતરો સહિત ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. ઉમેદપુર પંથકમાં બે કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્ર્ પર સાયક્લોનિક સરક્યુલેશન  છે. જેના કારણે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અરવલ્લીનાં ઉમેદપુર, જીવણપૂર, ફૂટા, સરડોઇ સહિત ગામડાઓમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્ર્ પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. હવામાન વિભાગે વરસાદી સિસ્ટમ સક્રિય થતા સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી 1 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.મહત્વનું છે કે સૌરાષ્ટ્ર્ પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે.

હવામાન વિભાગે વરસાદી સિસ્ટમ સક્રિય થતા સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી 1 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહત્વનું છે કે અરવલ્લી જિલ્લામાં રવિવારે ધનસુરા, મોડાસા, બાયડ, મેઘરજ, યાત્રાધામ શામળાજી, માલપુરમાં વરસાદ વરસ્યો હતો. જીલ્લાના ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જીલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સમગ્ર અરવલ્લી જિલ્લામાં એક ઈંચ સુધીનો વરસાદ થતાં આનંદ પ્રસર્યો હતો.